Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

વિદેશી દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા., ૩: મારૂતી સુઝુકી અરટીકા કારમાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલ આરોપીને જામીન પર અદાલતે છોડવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે તા.૧૪-૧-૨૦ના રોજ બપોરના સુમારે માધાપર ચોકડી જામનગર રોડ પાસે આરોપી મનીષ મોહનભાઇ માયાણી રહે. કોઠારીયા કવાટર વાળો પોતાના કબજામાં રહેલ મારૂતી અરટીકા કારમાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે જામનગર રોડ માધાપર ચોકડી પાસે આવી રહયો છે. તેવી ગાંધીગ્રામ પોલીસને બાતમી મળતા પોલીસ કોન્સ્ટેબલ વનરાજ કરશનભાઇ લાવડીયાએ વોચ ગોઠવી ઉપરોકત આરોપી ગાડી લઇને આવતા ગાડી ઉભી રાખી આરોપીની પુછપરછ કરેલ અને ગાડીની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ ડીલકક્ષ વિસ્કી બોટલ ૧૮૦ નંગ િંંકમત રૂ. ૭ર૦૦૦ની ગણી ગાડી તથા આરોપીની અટકાયત કરી મુદામાલ વિદેશી દારૂ કબજે કરેલ જે અંગે ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો રજસ્ટરે કરેલ અને આરોપીની ધરપકડ કરતા કોર્ટમાં રજુ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ. જેથી આરોપીએ જામીન પર છુટવા અરજી કરેલ હતી.

આરોપી પાસેથી ગાડીનો કબજો અને વિદેશી દારૂનો જંગી જથ્થો ખોટો બતાવેલ જેવી રજુઆત બચાવપક્ષે કરતા અદાલતે ગુનાના પ્રકાર ગુનાની ગંભીરતા તથા કેસ ચાલવવાની સતા તથા હાલ કેસ ચાલતા સમય જાય તેમ હોય તે હકીકત અને સંજોગો ધ્યાને લેતા આરોપીને જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી તરફે સૌરાષ્ટ્રના ધારાશાસ્ત્રી શ્રી રોહીતભાઇ બી. ઘીઆ તથા ગોપાલભાઇ મકવાણા રોકાયેલ હતા.

(3:41 pm IST)