Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કલેઇમ બાર એસોસીએશનની વાર્ષિક મીટીંગ યોજાઇઃ ડીસ્ટ્રીકટ જજની ઉપસ્થિતી

રાજકોટ તા. ૩ :.. રાજકોટ એમ. એ. સી. પી. બાર એસોસીએશન સન ર૦૧૯ નું વાર્ષિક ફંકશન રાજકોટ ખાતે પટેલ ગાર્ડન વિહારમાં તા. ૪-૧-ર૦ર૦ ના રોજ રાખવામાં આવેલ હતું તેમાં રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતાગોપી મેડમ તથા એડીશનલ સેશન્સ જજશ્રી પરમાર તેમજ શ્રી ડી. ડી. ઠક્કર, બ્રહ્મભટ્ટ, શ્રી દવે, શ્રી રાહુલ શર્મા તથા પવાર મેડમ, ત્રિવેદીમેડમ, દવેમેડમ, હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે ગોપાલ બી. ત્રિવેદી (પ્રમુખ) જયેશ ટી. ગોંડલીયા (સેક્રેટરી) રક્ષાબેન જી. ઉપાધ્યાય (ઉપપ્રમુખ) વિશાલ જે. ગોસાઇ (જોઇન્ટ સેક્રેટરી) અનિરૂધ્ધભાઇ બી. ભેડા (ટ્રેઝરર) કારોબારી સભ્યોશ્રી મીકાઇલભાઇ એ. સુરૈયા, નયનભાઇ આર. મહેતા, મહેશભાઇ એચ. કંડોરીયા, કલ્પેશભાઇ બી. નસીતા, દેવાગભાઇ એ. ત્રિવેદી, સંજયભાઇ કે નાયક, સ્તુતિબેન આર. ત્રિવેદી, વિગેરે હોદેદારો તથા ઇન્ડીયન બેન્કના બ્રાંચ મેનેજરશ્રી ગૌરવ ગુપ્તા તેમજ ઓફીસર શ્રી મહેશભાઇ ભલસોડ તથા હિતેષભાઇ દોમડીયા દ્વારા બાર એસોસીએશનને દર વર્ષ જેમ સ્પોન્શરશીપનો ચેક પણ અર્પણ કરવામાં આવેલ હતો તેમજ તમામ એમ. એ. સી. પી. બારના સભ્યો હાજર રહ્યા હતાં.

(3:41 pm IST)