Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

સ્વરાજ ટેકનોકાસ્ટના ધંધાર્થી સામે ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ,તા.૩: અત્રે સ્વરાજ ટેકનોકાસ્ટના ધંધાર્થી સામે કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ થતા અદાલતે આરોપીનેે સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સુભાષનગર, શેરી નં.૧ કોઠારીયા રોડ, ઉપર રહેતા અને જય ગોપાલ મેટલ્સના પ્રોપરાઇટર શ્રી મયુરભાઇ રમેશભાઇ પોકરએ ધંધાકીય ઓળખાણ ધરાવતા અને સ્વરાજ ટેકનોકાસ્ટના નામથી ધંધો કરતા ધવલભાઇ રસીકભાઇ સાવલીયા સરનામુ પરશુરામ ઇન્સ્ટ્રીયલ એસ્ટેટ, શેરી નં. ૫, આજી ડેમ પાસે, માંડા ડુંગર, રાજકોટનાને ઉછીના પેટે રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા મદદ માટે આપેલ. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી આઇ.સી.આઇ સી.આઇ બેંક, ભકિતનગર સર્કલ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની રાજકોટ પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લી., દેવપરા બ્રાંચ, રાજકોટ ડીપોઝીટ કરતા સદરહું ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ હતો.

ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ રકમ ચુકવેલી નહીં તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટુમેન્ટ્ર એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે સ્વરાજ ટેકનોકાસ્ટના સંચાલક ધવલભાઇ રસીકભાઇ સાવલીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમા ંહાજર થવા હુકમ કરેલ છે.

(3:41 pm IST)