Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જીવન બેંકના ડીરેકટર હસમુખલાલ બુધ્ધદેવ (હસુકાકા)નું દુઃખદ અવસાન

રાજકોટઃ દલાલ હેમરાજભાઇ ઓધવજીભાઇ બુધ્ધદેવના પુત્ર  હસમુખલાલ બુધ્ધદેવ (હસુકાકા,  ડીરેકટર જીવન બેંક રાજકોટ) તે  નલીનભાઇ દલાલ તથા હરીશભાઇ બુધ્ધદેવ (અમદાવાદ)ના ભાઇ તેમજ કૈલાસભાઇ, કીર્તીભાઇ , અમીતભાઇ (જીવન બેંક)ના પિતાશ્રી તથા કાનજીભાઇ માધવજીભાઇ સુબા (કેશોદવાળા)ના જમાઇનું આજ રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન 'ગીરીકંંદ્રા' ૧૦ ઇન્દ્રપ્રસ્થનગર, હેમુ ગઢવી હોલ પાછળ, રાજકોટ ખાતેથી બપોરે ૪.૩૦ વાગ્યે નિકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં બેંકના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને સામાજીક અગ્રણીઓ જોડાયા હતા.

(3:40 pm IST)