Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ દ્વારા પૂ. બાપુને શ્રધ્ધાંજલી સ્વરોજગારીના સાધનોનું વિતરણ

 રાજકોટઃ પૂ.મહાત્મા ગાંધીની ૭૨મી પુણ્યતિથિ પ્રસંગે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે  ગાંધીજીના બાલ્યકાળના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં એક સમૂહ પ્રાર્થના અને શબ્દાંજલિનો કાર્યક્રમ રાખવામા આવેલ. ગાંધીજીના સંસ્કાર વારસામાં સૌરાષ્ટ્રનું અને રાજકોટનું ઘણુ મોટું યોગદાન છે. આ યોગદાન અંગે રકતપિત્ત નિર્મૂલન સેવાના આજીવન ભેખધારી ડો. કે.એમ.આચાર્ય ગાંધીઃ જીવન અને કવન વિષય ઉપબર વકતવ્ય આપી શબ્દાંજલિ અર્પણ કરેલ. સાથોસાથ મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય એવા રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર રકતપિત્ત મુકત દર્દીઓનું સમાજમાં પુનઃ સ્થાપન કરવા માટે તેઓને સ્વરોજગારીનાં સાધનો પુરા પાડી સ્વતંત્ર રીતે પોતાના પગ પર ઉભા કરવાનો છેલ્લા ૧૭ વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા હરસુખભાઇ સંઘાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ ૪ (ચાર) રકતપિત્ત રોગમુકત દર્દીઓના પુનઃ વસન માટે સ્વરોજગારીના સાધન એવા સિલાઇ મશીન તથા સાઇકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી ડો. અલ્પાબેન ત્રિવેદીએ કરેલ. પ્રાર્થનાસભામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં પ્રમુખ અને જાણિતા ગાંધીવાદી દેવેન્દ્ર દેસાઇ, સંસ્થાનાં ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, વિનોદભાઇ ગોસલીયા તેમજ આમંત્રિત મહેમાનો અને શાળા -કોલેજના વિદ્યાર્થીઓએ હાજર રહી પૂ. મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પીને શ્રધ્ધાંજલિ આપેલ.

(3:40 pm IST)