Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કોર્પોરેશનની આવાસ યોજનામાં જાતિના દાખલામાં

ગોટાળાને કારણે અનેકને ફલેટનો કબ્જો નહી અપાતા દેકારો

કાલે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા કમિશ્નરને રજૂઆત થશે

રાજકોટ તા. ૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં થયેલ આવાસ યોજનાના ફલેટના ડ્રોમાં અનેક લાભાર્થીઓને જાતિના દાખલામાં ગોટાળાને વાંકે ફલેટનો કબ્જો નહી અપાતા આ મુદ્દે લાભાર્થીઓમાં જબરો દેકારો બોલી ગયો છે ત્યારે આ બાબતે આવતીકાલે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરનાર છે. આ અંગે શ્રી સાગઠિયાએ એક યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૮-૧૦-૧૯ના રોજ ૨૧૭૬ આવાસોનો ડ્રો કર્યો તે ડ્રોમાં જેટલા લોકોને આવાસ લાગ્યા છે તેમાંથી લગભગ ૧૦૫ લાભાર્થીઓના ફોર્મમાં જ્ઞાતિમાં ભુલ થયેલ છે. તેવા તમામ લોકોને જણાવવાનું કે કાલે મંગળવારના રોજ સાંજે ૪ કલાકે વિરોધ પક્ષના નેતાની ઓફિસે રૂબરૂ મળવું જેથી આને ન્યાય મળી રહે તેવા પ્રયત્નો કરવા અને કમિશ્નરને રજૂઆત કરવામાં આવશે.

(3:39 pm IST)