Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

શ્રીનાથજી સોસાયટીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની હત્યાના પ્રયાસમાં યુવતીના પિતા-કાકા સહીત ૪ પકડાયા

રાજકોટ, તા., ૩: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા યુવાને નજીકની શેરીમાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતનો ખાર રાખી યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા યુવતીના પિતાઅકાકા સહીત ચારની માલવીયા નગર પોલીસે ધરપકડ કરી છે.

આ અંગે માલવીયાનગર પોલીસે મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૩ના ખુણે મુરલીધર પાનની બાજુમાં મનગમતા હનુમાનજી મંદિરની સામે રહેતાં પૂનમબેન (પુનીબેન) પ્રભાતભાઇ સબાડ (ઉ.૫૦)ની ફરિયાદ પરથી મેરામભાઇ માંડણભાઇ બસીયા, અરવિંદ ઉર્ફ ભકો માંડણભાઇ બસીયા (રહે. બંને શ્રીનાથજી સોસાયટી-૨) તથા મનિષ ઉર્ફ મુન્નો રામભાઇ ભરવાડ અને દેવેન્દ્રસિંહ ઝાલા સામે આઇપીસી ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૧૪, ૧૩૫ (૨) મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.પુનમબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના દિકરા રાહુલે મેરામભાઇની દિકરી આરતી સાથે લવમેરેજ કર્યા છે. આ કારણે મેરામભાઇને ગમ્યું ન હોઇ મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી શનિવારે રાતે મેરામભાઇ સહિતના ચાર શખ્સોએ ધોકા-છરી સાથે ઘર પાસે આવી ફરિયાદીના દિકરા રાહુલ પર હુમલો કરી પેટ-થાપાના ભાગે છરીના ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. મનિષ ઉર્ફ મુન્નાએ તલવારથી રાહુલને જમણી કોણી પાસે ઘા ઝીંકી દીધો હતો. તેમજ રાહુલને બચાવવા તેની પત્નિ આરતી ધસી આવતાં તેને દેવેન્દ્રસિંહે પકડી રાખી હતી.

આ બનાવમાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમા, રાઇટર  પરેશભાઇ જારીયા, અરૂણભાઇ બાંભણીયા, મસરીભાઇ, ભાવેશભાઇ તથા હરપાલસિંહ જાડેજા સહીતે મવડી રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં. રના મેરામ માંડણભાઇ બસીયા (ઉ.વ.૪૦)તેનો ભાઇ અરવીંદ ઉર્ફે ભખો માંડણભાઇ બસીયા (ઉ.વ.૪પ) તથા મવડી રોડ ઉદયનગર શેરી નં. ૧૦માં રહેતા મિત્ર મનીષ ઉર્ફે મુન્નો રામભાઇ પરમાર (ઉ.વ.૪૧) અને મવડી રોડ ઇલાબેન લોઢીયા કવાર્ટરના દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (ઉ.વ.૩૪)ની ધરપકડ કરી એક તલવાર, એક છરી અનેૃ એક લાકડાનો ધોકો કબ્જે કરી ચારેયના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(3:38 pm IST)