Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

બજેટમાં આર્થિક સુધારો રોજગારી સર્જનને ઉપકારક પુરવાર થશે

(૧) આવકવેરાના નવેસરથી આવકવેરા દર ઘટાડો કરી સરળ આકારણી પદ્ધતિ અપનાવી તે બદલ નાણામંત્રી અભિનંદનને પાત્ર છે. (૨) કરદાતાને નુકશાન ન જાય તે માટે જૂના રેઈટ પ્રમાણે અગર નવા રેઈટ પ્રમાણે ઓપ્શન આપેલ છે. જે મુજબ આવકાર્ય છે. (૩) બેંકમાં મૂકેલી ડીપોઝીટ પાંચ લાખ સુધીનું કવચ આપ્યુ તે ખૂબ જ પ્રસંશનીય છે. (૪) ટર્નઓવરની લીમીટ એક કરોડની ઓડીટની હતી તે પાંચ કરોડની કરવાથી નાના કરદાતાઓ ખૂબ જ રાહતની લાગણી અનુભવે છે. (૫) બજેટમાં જાહેર થયેલા આર્થિક સુધારો રોજગારી સર્જનને ઉપકારક પુરવાર થશે તેમજ ખેડૂતો તથા આમ આદમીની આવક વધારવામાં નિમિત બનશે. (૬) નાણામંત્રીએ શેર માર્કેટને જરૂરથી નિરાશ કરેલ છે. લોંગ ટર્મ કેપીટલ ગેઈન હટાવવાની વાત હતી તેમાં કોઈ ફેરફાર થયો નહિં. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષની નાબુદી હકારાત્મક પગલુ છે. પરંતુ શેરધારકોના ડિવિડન્ડ પરનો ટેક્ષ શેરધારકોએ ભરવો પડશે. તે નકારાત્મક પગલુ છે. સીકયોરીટી ટ્રાન્ઝેકશન બાબત પણ કોઈ રાહત આપવામાં આવી નથી. જેથી શેરમાર્કેટ ખૂબ જ નિરાશ થયેલ છે. (૭) એકંદરે બજેટ આર્થિક મંદીમાંથી માર્કેટને બહાર કાઢવા અનેક ક્ષેત્રે પગલા લેવા જરૂરી જોગવાઈ કરેલ છે તે ખૂબ જ આવકારદાયક છે.

(3:35 pm IST)