Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

મ્યુ. કોર્પોરેશન દ્વારા ગુજરાત પોષણ અભિયાન : ત્રણેય ઝોનમાં કાર્યક્રમ યોજાયા

રાજયના સંવેદનશીલ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આહવાનને સરીતાજ કરવા આજ તા.૦૧, શનિવારનાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આયોજન કરવામાં આવેલ. જેમાં  સેન્ટ્રલઝોનમાં અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજયના માન.મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યકમનાં અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ડેપ્યુટી કમિશનર પ્રજાપતિ સાહેબ, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, આસી. કમિશનર હર્ષદભાઈ પટેલ તેમજ સેન્ટ્રલઝોનમાં આવેલ કુપોષિત બાળકોના પાલકવાલીઓ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. ઈસ્ટઝોનમાં  અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનુ દીપ પ્રાગટ્ય પાણી પુરવઠા વિભાગના  કુંવરજીભાઈ બાવળિયાનાં વરદ  કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય  અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, તથા આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. વેસ્ટઝોનઃ - પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજયના માન.મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રેદશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, બાબભાઈ આહીર, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, તેમજ પાલકવાલી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ અવસરે સ્વાગત પ્રવચન શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુએ કરેલ તેમજ આભારવિધિ આઈ.સી.ડી.એસ.નાં સી.ડી.પી.ઓ. હીરાબેન રાજશાખાએ કરેલ.

(3:34 pm IST)