Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

શિક્ષણ સમિતિ દ્વારા દિવ્યાંગ બાળકોને સાધન-સહાય વિતરણ

 રાજકોટ : સમગ્ર શિક્ષા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પટાંગણમાં સમગ્ર શિક્ષા ના માધ્યમથી આઇઇડી પ્રકલ્પ અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ ૧૬૧ દિવ્યાંગ બાળકોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવા રાજકોટ શહેરના ડીસી મનોહરસિંહ જાડેજા ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકર, મહામંત્રી રાજકોટ શહેર ભાજપ જીતુભાઇ કોઠારી, વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, એફઆરસી સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ અને શિક્ષણવિદ્ શ્રી ડી.વી. મહેતા નગર પ્રા. શિક્ષ્ણ સમિતિની સદસ્યો સર્વ શ્રી મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડિયા, રહિમભાઇ સોરા, ધિરજભાઇ મુંગરા શાસનાધિકારી એસ.બી. ડોડીયા વગેરેની ઉપસ્થિતિ વચ્ચે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળ્યું હતું. કાર્યક્રમના અંતે શાસનધિકારી એસ.બી. ડોડીયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટનાં યુ.આર.સી., સી.આર.સી. અને આઇ.ડી. અને શિક્ષણ સમિતિ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(3:32 pm IST)