Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ઈન્ડિયામાં તથા અબ્રોડ અભ્યાસ કરવો છે? સ્કોલરશીપ તરફ નજર દોડાવો

યુ.કેમાં રીસર્ચ તથા લીડરશીપ ડેવલોપમેન્ટ સંદર્ભે ચીનમાં માસ્ટર ડીગ્રી તથા ph.d કરવા માટે અને ભારતમાં ધોરણ ૪ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મેળવવાની તક.

રાજકોટ તા. ૩: દિવસે-દિવસે શિક્ષણનું મહત્વ સતત વધતુ જાય છે ત્યારે વિવિધ કક્ષામાં અભ્યાસ કરવા તથા વિવિધ કોર્ષમાં જોડાવવા માટે ભારતમાં તથા વિદેશમાં સ્કોલરશીપ ઉપલબ્ધ છે. સ્કોલરશીપના સહયોગથી મનગમતુ શિક્ષણ મેળવીને મોભાદાર સ્થાન અને કારર્કિર્દી મેળવી શકાય છે. હાલના સમયમાં શિક્ષણ જ સર્વોપરી છે ત્યારે આજના વૈશ્વિકરણના યુગમાં ઉપલબ્ધ શિષ્યવૃતિઓ ઉપર એક નજર કરીએ તો..

* યુનિવર્સિટી ઓફ યોર્ક ધ લૈડલોવ સ્કોલરશીપ ૨૦૨૦ અંતર્ગત યુનાઇટેડ કિંડમ (યુ.કે) ની યોર્ક યુનિવર્સિટી  દ્વારા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક અદ્વિતિય શોધ પરિયોજના (રીસર્ચ) અને એક ઉપયોગી અને માન્યતા પ્રાપ્ત નેતૃત્વ વિકાસ કાર્યક્રમ (લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ) શરૂ કરવાના ઉદ્દેશ સાથે આ સ્કોલરશીપ માટે અરજી મંગાવવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવારને ૧૮ મહિનાથી વધુ સમય માટે ઉચ્ચ સ્તરીય નેતૃત્વ કાર્યક્રમમાં ભાગ  લેવાની તક પ્રાપ્ત થશે.

- અરજી કરવા માટેની પાત્રતા

યોર્ક યુનિવર્સિટીના  ત્રણ  વર્ષના ગ્રેજ્યુએશન પ્રોગ્રામના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અથવા ચાર વર્ષિય ગ્રેજ્યુએશનના પ્રોગ્રામના  બીજા  વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ ૨૦૨૦ની રજાઓ દરમ્યાન એક ઉપયોગી  પરિયોજના (વિતપાષિત)માં ભાગ લેવા માંગે છે. તેઓ  તા. ૧૩-૨-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન  અરજી કરી શકે છે. સ્કોલરશીપ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને સમર ૧(૨૦૨૦)ની અનુસંધાન પરિયોજનાના  સમય દરમ્યાન ૫૦૦ જીબીપીનું સાપ્તાહીક અનુદાન મળશે તથા સમર ૨ (૨૦૨૧)ના નેતૃત્વ અનુભવ પ્રોગ્રામ માટે આર્થિક સહયોગ મળવાપાત્ર થશે. ઉપરાંત ૧૦૦૦ જીબીપી સુધીની વધારાની રકમ, ઉપરાંત પ્રવાસ અને અન્ય ખર્ચાઓ માટે પણ (જો લાગુ પડે તો) આર્થિક સહયોગ મળી શકે છે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/uyl1

* ઓલ ઈન્ડિયા સ્કોલરશીપ ટેસ્ટ એકઝોન (AISTE)૨૦૨૦ અંતર્ગત ભારતના સીટોન કન્સલટન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધોરણ ૪ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ જાહેર કરી છે. આ સ્કોલરશીપ પરીક્ષાનો ઉદ્ેશ્ય વિદ્યાર્થીઓ પોતાના કલ્યાણ અને શિક્ષણ માટે આર્થિક સહયોગ તથા છાત્રવૃતિ સહિતના અન્ય લાભો મેળવી શકે તે રહેલો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૪ થી ૧૨ના ભારતીય વિદ્યાર્થીઓ તા. ૨૦-૨-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાના  ત્રણ તથા રાજ્ય કક્ષાના બે ઈનામો પ્રાપ્ત કરી શકે છે. ૯૦ હજાર રૂપિયા સુધીની ઈનામી રકમ મળશે તથા એક હજાર વિદ્યાર્થીઓને ભાગીદારી પ્રમાણપત્ર મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http:// www.b4s.in/akila/ais1

* ચાઇનીઝ ગવર્નમેન્ટ સ્કોલરશીપ - ચાઇનીઝ યુનિવર્સિટી પ્રોગ્રામ ૨૦૨૦ અંતર્ગત તિયાનજીન યુનિવર્સિટી દ્વારા વિશ્વના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહયોગ પ્રાપ્ત કરી શકે  તેવા હેતુ સાથે આ સ્કોલરશીપ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

- અરજી કરવા માટેની પાત્રતા

અંગ્રેજીમાં તેજસ્વી લાયકાત ધરાવતા ૩૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ માસ્ટર ડીગ્રી પ્રોગ્રામ માટે તથા અંગ્રેજીમાં તેજસ્વી લાયકાત ધરાવતા ૪૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતા  વિદ્યાર્થીઓ માટે  પી.એચ.ડી. પ્રોગ્રામ  માટે તા. ૧૫-૩-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન ફીમાં રાહત, રહેવાની સુવિધા, મેડીકલ વીમો તથા ૩૦૦૦ થી ૩૫૦૦ સુધીની માસિક રકમ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http:// www.b4s.in/akila/cgs6

તો મિત્રો વિવિધ સ્કોલરશીપના સહારે  સરસ મજાનુ સોનેરી ભવિષ્ય બનાવવાનો મોકો  મળ્યો છે.  ત્યારે  યોગ્ય લાયકાત આત્મવિશ્વાસ ,સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ તથા ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને સ્કોલરશીપ માટે અરજી કરવા માંડો. સાચી નીતીથી મહેનત કરનારને ઈશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:31 pm IST)