Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ખોખડદળ પુલ પાસે ડમ્પરે-ટુ વ્હીલરને ઠોકર મારતા વૃદ્ધા ગંગાબેન મકવાણાનું મોત

પુત્ર જયરાજભાઇની ફરિયાદ પરથી ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા.૩ : ખોખડદળ નદીના પુલ પાસે ડમ્પરે ટુ-વ્હીલરને ઠોકર મારતા વૃદ્ધાનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં. રરમાં રહેતા જયરાજભાઇ નાથાભાઇ મકવાણા (ઉ.૩૬) એ આજીડેમ પોલીસ મથકમાં નોધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના મોટાભાઇ અશ્વીનભાઇ પર ફોન આવેલ કે, ગોંડલ ભગવતપરામાં સામાકાંઠે રહેતા નાનીમા જીવીબેન ગુજરી ગયેલ હોઇ જેથી ત્યાં કારજમાં જવાનું હોઇ તેથી ઘરના સભ્યોને વાત કરેલ બાદ પોતે પોતાનું જીજે-૩ કેવી-૮૮૪ર નંબરનું જયુપીટર મોટર સાયકલમ)ં માતા ગંગાબેન નાથાભાઇ મકવાણા (ઉ.૬ર) ને પાછળ બેસાડી ઘરેથી ગોંડલ જવા માટે નીકળેલ અને પોતાના મોટાભાઇ અશ્વીનભાઇ ફોરવ્હીલ ગાડી લઇ ઘરના બીજા સભ્યોને બેસાડી ઘરેથી પેટેલ પુરાવવા નિકળેલ હતા અને પોતે આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા હાઇવે રોડ પર જતા હતા ત્યારે ખોખડદળ નદીના પુલ પહેલા એક ડમ્પરના ચાલકે ટુ વ્હીલરને પાછળથી ઠોકર મારતા બંને ફંગોળાઇ ગયા હતા બનાવ બનતા ડમ્પર ચાલક ડમ્પર રેઢુ મુકી ભાગી ગયો હતો બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને માતા ગંગાબેનને સાથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. આસુંન્દ્ર અને રાઇટર કૌશેન્દ્રસિંહ જીજે યુયુ૬૭૮૧ નંબરના ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(3:31 pm IST)