Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પે એન્ડ પાર્કિંગમાં ચાર્જ વધારવા સહિતની નવી પાર્કિંગ પોલીસી : વાંધા-સુચનો મંગાવાયા

મલ્ટીલેવલ, અંડરગ્રાઉન્ડ, સરફેશ સહિતનાં પાર્કિંગ અંગે નિયમો બનાવાયા

રાજકોટ, તા. ૩ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાિઁર્કંગમાં ચાર્જ વધારા સહિતની નવી પાર્કિંગ પોલીસી બનાવાઇ છે.

જે અંગે જાહેર જનતા પાસેથી વાંધા સુચનો મંગાવાઇ છે. આ નવી પાર્કિંગ પોલીસીમાં અંડરગ્રાઉન્ડ, સરફેશ, મલ્ટીલેવલ તમામ પ્રકારના પાર્કિંગ અંગે નિયમો ઘડવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પ્રસિધ્ધ કરેલા જાહેર નોટીસમાં જણાવાયુ઼ છે.

રાજકોટ શહેરના વિકાસના  સાથોસાથ વાહન વ્યવહારમાં પણ ખુબ જ વધારો થયેલ છે. આ વાહન વ્યવહારના વધારાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને સરળ કરવા માટે સરકારીના નિર્દેશ અન્વયે ગુજરાતના દરેક શહેરમાં સુવ્યવસ્થિત પાર્કિંગ પોલિસી બનાવવા અંગે બાયોલોઝ તથા પાર્કિંગ પોલિસી બનાવવામાં આવેલ છે.

ઉકત પાર્કિંગ પોલીસી અંગે કોઇ પણ વાંધો લેવાનો હોય અથવા કોઇને સુચન કરવાનું હોય, તેઓએ તા. ૧૭ ફેબ્રુઆરી સુધી દિવસ-૧પ (પંદર)માં  લેખિત વાંધા સુચનો ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા, ત્રીજો માળે મલ્ટી એકટીવીટી સેન્ટર, નાના મવા સર્કલ, ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ અથવા ઓનલાઇન વાંધા સુચનો trafficcell@rmc.gov.in માં મોકલવા આથી જાણ કરવામાં આવે છે.

 સદરહું પાર્કિંગ પોલિસીના બાયલોઝ તથા પાર્કિંગ પોલિસી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર તથા ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા, ત્રીજો માળ, મલટીએકટીવીટી સેન્ટર, નાના મવા સર્કલ ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે કચેરીના સમય દરમિયાન જોવા મળશે.

(3:30 pm IST)