Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

એકટીવામાં દેશીદારૂની હેરાફેરી કરતો આમી ઉર્ફે આસીફ પકડાયો

રાજકોટ તા.૩: શહેરના જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક પાસેથી એકટીવામાં દેશી દારૂ સાથે શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.બી. જેબલીયા, એએસઆઇ રાજુભાઇ કોડીયાતર, પ્રતાપભાઇ, સેલારભાઇ, દિવ્યરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દિવ્યરાજસિંહ  અને પ્રતાપસિંહને મળેલી બાતમીના આધારે દેશીદારૂની હેરાફેરી કરતા આમી ઉર્ફે આરીફ જીવાભાઇ સી૫ાઇ (ઉ.વ.૪૫) (રહે. નાણાવટી ચોક ધરમનગર આવાસ યોજના કવાર્ટર નં. ૭૯૩)ને જી.જે. ૩ સીએફ-૩૫૧૪ નંબરના એકટીવામાંથી રૂ. ૩૨૦ના દેશીદારૂ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)