Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

શહેર પોલીસની ડ્રાઇવ : દેશી દારૂ સાથે આઠ, જુગાર રમતા નવ અને છરી સાથે પાંચ પકડાયા

રાજકોટ તા ૩  : શહેર પોલીસે જુદા જુદા વિસ્તારોમાં ડ્રાઇવ યોજી દેશી દારૂ સાથે આઠ, જુગાર રમતા નવ અને છરી સાથે પાંચને પકડી લીધા હતા.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી રવી મોહન સૈની અને મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ એ ડીવીઝન પોલીસે ભવાની નગર શેરી નં.-પ પાસેથી રૂા૮૦ના દેશી દારૂ સાથે રવી મનસુખ દોણસીયાઙ્ગ,(ઉ.વ.૨૫) ને, બી ડીવીજન પોલીસ મથકના હેડ કોન્સ. એ.જે. બારસીયા સહિતે વેલનાથપરા શેરી નં.૧૬ માંથી રૂા૧૦૦ ના દેશી દારૂ સાથે પિન્ટુ ધીરૂભાઇ કુકાવા (ઉ.વ.૩૦)ને, થોરાળા પોલીસ મથકનાહેડ કોન્સ. એ.જી.પરમાર સહિતે કુબલીયા પરામાંથી રૂા ૧૬૦ ના દુશી દારૂ સાથે કમલેૃશ અશોકભાઇ ચારોલીયા (ઉ.વ.૨૦) ને, કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. જે.એન. ખટાણા સહિતે રૂા ૩૦૦ ના દેશી દારૂ સાથે ગીતા ઉર્ફે સીતુડી નાનજીભાઇ જયાણીયા (ઉ.વ૪૫) ને, તથા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એસ. ગઢવી તથા  જૈમીનભાઇ સહિતે વાવડી ગામમાં દરોડો પાડી દેશી દારૂ ધઠ્ઠી ચલાવતા મુન્ના વેરશીભાઇ સોલંકી (ઉ.વ.૩૦) (રહે. ૧૫૦ફૂટ રોડ, પુનીતના ટાંકા પાસે ઝુપડપટ્ટી) ને પકડી લઇ રૂા ૧૨૦૦ નો સાથો, રૂા ૨૦૦૦ નો દેશી દારૂ મળી રૂા ૩૩૭૦ નો મુદામાલ કબજે કર્યો હતો. બાદ કોઠારિયા મેઇન રોડ પરથી રૂા ૧૪૦ ના  દેશી દારૂ સાથે રજાક અલીભાઇ પરમાર (ઉ.વ.૫૫) (રહે. રસુલપરા) ને,તથા  યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. શૈલેષપરી ગોસાઇ, હરેશભાઇ અને મુકેશભાઇ સહિતે કાલાવડ રોડ રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટર પાસેથી રુા૧૦૦ ના દેશી દારૂ સાથે જશી મુકેશભાઇ રાઠોડ, (ઉ.વ.૪૫) ને અને યુનિવર્સિટી રોડ, શાંતીનગર મફતીયાપરા પાસે ઝુપડા પાસેથી રૂા૧૦૦ ના દેશી દારૂ સાથે વસંત બટુકભાઇ મકવાણા (ઉ.વ.૪૯) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જુગાર રમતા નવ શખ્સો પકડાયા

એસ.પી. એચ.એલ રાઠોડ તથા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ, પી.અસસ.આઇ. આર.એન. સાંડવીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા રવિ રાજાભાઇ પટગીર, મનિષભાઇ શિરોડીયા, દિવ્યરાજસિંહ, વિશાલભાઇ, હીતેષભાઇ, રાજેશભાઇ, અને કોન્સ. દક્ષાબેન ગુજરાતી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણાને બળેલી બાતમીના આધારે ૪૦ ફૂટ રોડ, મહેશ્વરી સોસાયટીમાં મહિલાના મકાનમાં દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા મકાન માલીક જાહીદા મહેબુબભાઇ ચોૈહાણ, (ઉ.વ૪૩), રણુંજા મંદિર પાછળ, શિવધામ સોસાયટી-ર ના નિલેશ જવારદાન કુંદડા (ઉ.વ.૩૩), ગોકુલનગર શેરી નં.-૬ના હીતેન્દ્ર બાબુભાઇ ચનીયારા (ઉ.વ.૪૭), જંગલેશ્વર શેરી નં.-૩ ના ઉસ્માન હારૂનભાઇ ગોગદા (ઉ.વ.૩૦) તે ગોંડલ રોડ, આંબેડકરનગર શેરી નં.-૧૧ ના રાહુલ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.૨૬), વિજય કરશનભાઇ રાઠોડ (ઉ.વ.૪૦), કોઠારિયા રોડ, મહાત્મા ગાંધી સોસાયટીના રવિ મુળજી મકવાણા (ઉ.વ.૨૫), નવલનગર શેરી નં.-૩/૧૭ના બટુક બાબુભાઇ જાફડા (ઉ.વ.૩૦) અને ગોંડલ રોડ આંબેડકરનગરના વાલજી ભલાભાઇ ગોહેલ (ઉ.વ.૪૭) ને પકડી લઇ રૂા ૩૨,૩૭૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

છરી સાથે પ ઝબ્બે

એ ડીવીઝનના પોલીસ મથકના એ.એસ.આઇ. બી.જી. ગોહીલ સહિતે શાસ્ત્રીમેદાન, નવા બસ સ્ટેશન સામે રોડ પરથી હુશેન રઝાકભાઇ ડોસાણી (ઉ.વ.૨૨) (રહે. ઘૂટેશ્વર પચ્ચીસવારીયા કવાટર) ને  છરી સાથે, કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ આર.પી. મેઘવાડ સહિતે કુવાડવા-વાંકાનેર રોડ, જીયાણા ગામની સીમ દોરામીલની પાસેથી ગગુ બાબુભાઇ જયાણીયા (રહે. જીયાણા ગામ) ને છરી સાથે, આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એમ.ડી. પરમાર સહિતે અજય વે બ્રીજ પાસે શીતળા માતાના મંદીર પાસેથી મહેશ ઉર્ફે મયલો કરમશીભાઇ ડાભી (ઉ.વ.૩૫) (રહે. પીઠડ આઇ શેરી નં.૧) ને છરી સાથે તથા ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટની દિવાલ પાસેથી અશોક ઉર્ફે સંજય રકેશભાઇ વાહનેકીયા (ઉ.વ.૩૦) ને તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર શીતલપાર્ક સામે પારીજાત પાર્ટી પ્લોટ પાસેથી કરણ ઉર્ફે બાડો ગુગાભાઇ વાજેલીયા (ઉ.વ.૨૧) ને છશી સાથે પકડી લીધા હતા.

(3:25 pm IST)