Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

રાષ્ટ્રીયશાળાના સંગીત મહાવિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમઃ છાત્રો દ્વારા આરાધના

રાજકોટઃ ૧૯૩૦ના દાયકાની રાષ્ટ્રીયશાળા સંગીત મહાવિદ્યાલયમાં વસંત પંચમી નિમિતે સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. રાષ્ટ્રીયશાળા સંગીત મહાવિદ્યાલય વસંત પંચમીના દિવસે જ સને ૧૯૩૮ના રોજ શરૂ કરવામાં આવેલ. સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતના ત્રણેય વિભાગ ગાયન, વાદન અને નૃત્ય દ્વારા મા સરસ્વતીની આરાધના કરાવવામાં આવી હતી. જેમાં ગાયન, સીતારવાદન, બાંસુરીવાદન, તબલાવાદન, હાર્મોનીયમ, ગિટાર- ઓર્ગન વાદન તથા કથ્થક નૃત્યની પ્રસ્તુતિ રાષ્ટ્રીયશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ હતું.

(3:24 pm IST)