Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પત્રકારોને લાંચ આપવાની બાબત અંગે

કલેકટરની સાફ વાત...જેમની રીકવેસ્ટ હતી તેમને એડ આપી છેઃ તમામના બીલો ખાસ રજૂ કર્યા

લોક ફંડથી ઉત્સવો થતા'તાઃ માહિતી ખાતા મારફત જાહેરાત આપવાની આમાં કોઇ બાબત નથીઃ લાંચ ચેકથી નો અપાય તે સામાન્ય માણસ પણ સમજે...

કલેકટરે પત્રકારોને લાંચ આપવા અંગેના થયેલા વિવાદ અંગે પત્રકાર પરિષદમાં તમામ બાબતો ઉજાગર કરી હતી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૩ :.. રાજકોટના એક અખબારમાં રાજકોટ કલેકટરે ૮ પત્રકારોને લાંચ આપી તે ઘટના - અહેવાલ અંગે કલેકટર શ્રી રેમ્યા મોહને ગઇકાલે મહત્વની પત્રકાર પરિષદ બોલાવી પ૦ થી ૬૦ જેટલા પત્રકારો-ન્યુઝ ચેનલ સમક્ષ સાફ સાફ સ્પષ્ટતા કરતા આખી બીજી વાત જ ઉજાગર થઇ હતી.

કલેકટરે પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવેલ કે જેમની રીકવેસ્ટ આવી તે તમામ અખબારના પત્રકારને પેમ્પલેટ જાહેર ખબર રૂપે પ્રસિધ્ધ કરવા... જણાવેલ., તે પછી મેટર સ્વરૂપે હોય કે, બોકસ બનાવીને એડ કરી હોય, પરંતુ તા. ર૪-રપ -ર૬ ની જાન્યુઆરીના રાજકોટમાં પ્રજાસત્તાક પર્વ (રાજયકક્ષાની) ની ઉજવણીના કાર્યક્રમો થનાર છે, તેની બહોળી પ્રસિધ્ધ થવી જરૂરી છે.

કલેકટરે જણાવેલ કે આ જાહેરાત માહિતી ખાતા મારફત આપવાનો કોઇ સવાલ જ નથી, કારણ કે લોકોનો સહકાર થી દાતાઓના ફંડથી લોક ફાળાથી વિવિધ ઉત્સવો થઇ રહ્યા હતાં., તેનું આખુ પ્રજાસત્તાક ઉજવણી સમિતિ એવુ એક બેન્ક ખાતુ ખોલવામાં આવ્યું હતંુ, અને આવેલ ૮ અખબારની જાહેરાતના બીલનું ક્રોસ ચેકથી જે તે અખબારને પેમેન્ટ કરવામાં આવ્યું છે.

કલેકટરે જણાવેલ કે અમે છાપવાનું થતું પેમ્પલેટ આપી દરેકને સરખી એમ પ૦ હજારની મર્યાદામાં જાહેર ખબર છાપવા અંગે જણાવ્યું હતું., અને જે ૮ અખબારની રીકવેસ્ટ આવી તેમાં તેમનો પણ સમાવેશ થાય છે, તેમ કલેકટરે સાફ સાફ જણાવી  ઉમેર્યુ હતું કે એ પછી તેમણે જાહેરાત છાપી કે કેમ તે વિગતો અમારી પાસે આવી નથી.

કલેકટરે જણાવેલ કે લાંચ શબ્દ કે તેવી કોઇ બાબત નથી, દરેકને ઓફીશયલ ક્રોસ કરેલા ચેકથી પેમેન્ટ ચુકવાયું છે, લાંચ ચેકથી ન અપાય તે તો સામાન્ય માણસ સમજે તેવી વાત છે.

કલેકટરે પત્રકારો સમક્ષ જેમના બીલો આવ્યા તે તમામના બીલો પણ રજૂ કર્યા હતાં, અને જે તે અખબારોની કોપી પણ રજૂ કરી હતી.

(11:41 am IST)