Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

મોટામવાના મયુર શીંગાળા હત્યા કેસના આરોપી ઉત્તમ ભરવાડની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ તા.૩: રાજકોટના ચર્ચાસ્પદ મોટામવા ગામના સરપંચ તથા રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ખુનના આરોપસર છેલ્લા અગીયાર-બાર વર્ષથી જેલ હવાલે રહેલ ઉત્તમ ગાંડુભાઇ વકાતરે મેડીકલના ગ્રાઉન્ડસર જામીન પર મુકત થવા કરેલ જામીન અરજી રાજકોટના સેશન્સ જજ નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઇએ તો મોટામવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીગાળાનું ખુન તા.૧૮-૧૧-૦૯ના રોજ તેના જ ગામના આરોપીઓ (૧)ગાંડુ ભુરાભાઇ (૨)મહેશ ગાંડુભાઇ (૩)ઉત્તમ ગાંડુભાઇ (૪) વજીબેન વા/ઓ ગાંડુભાઇ (૫)હંસા ઉર્ફે હેમા ડો/ઓ ગાંડુભાઇ (૬)લતા ઉર્ફે ટીની ડો/ઓ ગાંડુભાઇ (૭)વીનુ ઉર્ફે દેવજીભાઇ પુંજાભાઇ (૮)જયેશ વીનુભાઇનાઓએ પુર્વયોજીત કાવત્રુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન હેતુ પાર પાડવા ગુજરનારનું ખુન કરી ગુજરનારના શરીર પરના દાગીના તથા મોબાઇલ સહીતની લૂંટ કરી નજરે જોનાર સાહેદોને મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી તીક્ષ્ણ પતીબંધીત હથીયાર ધારણ કરી પોલીસ કમીશ્નરશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો આચર્યા સંબંધેની મોટામવા રહીશ ગુજરનારના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ જે કામે દરમ્યાન કાવત્રામાં સામેલ રમેશ રાણાભાઇનું નામ ખુલવા પામતા તેની પણ ધરપકડ કરવામાં આવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ઉત્તમ ગાંડુભાઇ વકાતર દ્વારા તેઓને શારિરીક જુદી જુદી તકલીફો અને બીમારીઓ હોય, ઉભા રહી શકતા ન હોય, નિત્યક્રમ કરી શકતા ન હોય, અમદાવાદ સીવીલ હોસ્પીટલે જવા મુસાફરી કરી શકતા ન હોય, રાજકોટ મુકામે પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર માટે મેડીકલ ગ્રાઉન્ડસર જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.

ઉપરોકત તમામ રજુઆતો અને રેકર્ડ પરની હકીકતો તેમજ અરજદાર તરફે રજુ થયેલ મેડીકલના કાગળો વેચાણે લેતા અરજદારને મેડીકલના ગ્રાઉન્ડ સર જામીન પર મુકત કરવાનું મુનાસીફ ન માની માનવતાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર.ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા તથા સ્પેશ્યલ પી.પી.નીરંજન એસ.દફતરી તથા ભાવીને દફતરી, પથીક દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(11:40 am IST)