Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જંગલેશ્વરના રિક્ષાચાલક મુસ્તાક જૂણાચને શહેર એસઓજીએ ચાર કિલો ગાંજા સાથે પકડી લીધો

રિક્ષાના ફેરામાં જામતું નહોતું એટલે દારૂ વેંચ્યો, પછી એનાથી આગળ વધી માદક પદાર્થ વેંચવાનું ચાલુ કર્યુ!: સુરતનું કનેકશન ખુલવાની શકયતાઃ રિમાન્ડની તજવીજ : હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા અને કોન્સ. ગિરીરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ રાવલ અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૩: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે જંગલેશ્વરના એક શખ્સને દબોચી લીધો છે. અગાઉ રિક્ષા હંકારતો આ શખ્સ માલદાર થવા દારૂ વેંચવાના રવાડે ચડ્યો હતો, પાસામાં પણ જઇ આવ્યો છે. હવે થોડો આગળ વધી ગાંજો વેંચવાના રવાડે ચડ્યો હતો અને દબોચાઇ ગયો હતો. કયાંથી આ પદાર્થ લાવ્યો? કોને-કોને આપતો? તેની તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. અગાઉની જેમ સુરતનું કનેકશન ખુલવાની શકયતા દેખાઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એમ.એમ. રાણા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને કોન્સ. ગિરીરાજસિંહ ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાછળના ભાગે શેરીમાં એકટીવામાં એક શખ્સ માદક પદાર્થ સાથે ઉભો છે. તેના આધારે આ ટીમ તથા સાથે એએસઆઇ વિજયભાઇ શુકલ, ભાનુભાઇ મિંયાત્રા, અજયભાઇ શુકલા, ધર્મેન્દ્રસિંહ રાણા, અનિલસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા, રણછોડભાઇ આલ, કૃષ્ણસિંહ જાડેજા સહિતે ત્યાં પહોંચી જીજે૦૩જેકયુ-૦૪૭૦ નંબરના એકટીવા ચાલકને સકંજામાં લઇ તલાશી લેતાં રૂ. ૨૪,૨૫૮નો ૪.૦૪૩ કિ.ગ્રા ગાંજો મળતાં ભકિતનગર પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો.

ઝડપાયેલા શખ્સે પોતાનું નામ મુસ્તાક અહેમદભાઇ જુણાચ (ઉ.વ.૨૬-રહે. જંગલેશ્વર-૭/૧૯નો ખુણો) જણાવતાં ધરપકડ કરી ગાંજો, વાહન મળી ૬૪૨૫૮નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસેઆ શખ્સનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં તે અગાઉ દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયાનું અને પાસાની હવા પણ ખાઇ આવ્યાનું સામે આવ્યું હતું. રિક્ષાના ભાડામાં બહુ પૈસા મળતા ન હોઇ અગાઉ દારૂ વેંચવાના રવાડે ચડ્યો હતો અને હવે આગળ વધી ગાંજો લાવીને વેંચવાનું શરૂ કર્યુ હતું. તે ગાંજો કયાંથી લાવ્યો? તે અંગે ગોળ-ગોળ વાતો કરે છે. પણ સુરત તરફનું પગેરૂ નીકળે તેવી શકયા છે. વિશેષ તપાસ ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, પીએસઆઇ જેબલીયા, ઘનશ્યામભાઇ મેણીયા એન ડી. સ્ટાફની ટીમ કરે છે.

તસ્વીરમાં પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ હિતુભા રાણા અને ટીમ તથા કબ્જે થયેલો ગાંજો, વાહન અને ઝડપાયેલો મુસ્તાક જોઇ શકાય છે.

(11:37 am IST)