Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

આજીડેમ ચોકડીએ તુર્કીબાપુની દરગાહમાં દાનપેટીનું તાળુ તોડી ૩૦ થી ૪૦ હજારની ચોરી

રાજકોટઃ આજીડેમ ચોકડીએ આવેલી તુર્કી બાપુની દરગાહમાં તસ્કરો ત્રાટકી કોઇ દાનપેટીનું તાળુ તોડી રૃા. ૩૦થી ૪૦ હજારની રોકડ ચોરી જતાં આ મામલે ફરિયાદ થઇ છે.

બનાવ અંગે તુર્કી બાપુની દરગાહની જગ્યામાં આવેલી મર્કઝ પબ્લીક સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે કામ કરતાં અબ્દુલબશીર સઇદઅલવી નિઝામી (ઉ.૩૪)ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એચ. પટેલે ગુનો નોંધ્યો છે. અબ્દુલબશીર નિઝામી મુળ કેરલાના પયાવુરના છે. ચાર વર્ષથી દરગાહની જગ્યાની સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરે છે. તેમજ દરગાહના ટ્રસ્ટીનું ના આરીફભાઇ ચાવડા અને યુસુફભાઇ જુણેજા છે. ૩૧/૧ના રાત્રે સાડા અગિયારે દરગાહનો મેઇન ગેઇટ બંધ કરી ચોકીદાર અબ્દુલ જેજાણી સુઇ ગયા હતાં. રાતે બાર વાગ્યે પોતે પણ સુઇ ગયા હતાં. સવારના સાઠા આઠે તેઓ સ્કૂલની બીજી બ્રાંચ બ્લૂમૂન સ્કૂલ રૈ્યા રોડ નહેરૃનગરમાં છે ત્યાં ગયા હતાં. એ પછી સાડા નવેક વાગ્યે ચોકીદારે ફોન કરી જાણ કરી હતી કે દાનપેટીનું તાળુ તુટેલુ છે.આથી ફરિયાદીએ ટ્રસ્ટઅીોને જાણ કરી હતી. દાન પેટીમાં અંદાજે ૩૦ થી ૪૦ હજાર રૃપિયા હતાં તેની ચોરી થઇ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ૧/૨ના રાતે ૧ઃ૦૯ કલાકે મસ્જીદની પાછળની દિવાલ ટપી એક શખ્સ આવીને દાનપેટી તોડી ૧ઃ૩૬ કલાકે જતો રહેતો દેખાય છે. તેણે મોઢા પર માસ્ક પહેર્યુ હતું અને પેન્ટ-શર્ટ પહેરેલા હતાં. ૨૦ થી ૩૦ વર્ષની વયનો એ શખ્સ હતો.

પીએસઆઇ સી.એચ. આસુન્દ્રાએ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં વિશેષ તપાસ શરૃ કરી છે.

(12:14 pm IST)