Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

બી-ડિવીઝન પોલીસે બે ભાવેશને કારમાં ૪૮ બોટલ દારૂ સાથે પકડ્યા

ગ્રીનલેન્ડ ચોકડી પાસે દરોડોઃ ૧૪૪૦૦નો દારૂ અને ૧II લાખની કાર કબ્જે

રાજકોટ તા. ૩: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત છે. બી-ડિવીઝન પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મોડી રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કારમાં ૪૮ બોટલ દારૂ રાખીને નીકળેલા બે શખ્સને પકડી લીધા છે.

બી-ડિવીઝન ડી. સ્ટાફની ટીમ પી.આઇ.આર. એસ. ઠાકર સાથે પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ. કેતનભાઇ નિકોલા અને હરપાલસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારી જીજે૩ીજી-૪૮૯૩ નંબરની કારમાં દારૂનો જથ્થો છે. આ માહિતી પરથી વોચ રાખવામાં આવતાં આ નંબરની કાર નીકળતાં તલાશી લેતાં અંદરથી રૂ. ૧૪,૪૦૦નો ૪૮ બોટલ દારૂ મળતાં તે તથા દોઢ લાખની કાર કબ્જે કરી કારમાં બેઠેલા બે શખ્સો ભાવેશ અરવિંદભાઇ ગોંડલીયા (બાવાજી) (ઉ.૨૫-રહે. હુડકો ચોકડી પાસે હરિઓમ પાર્ક, શિવધારા-૨, બટુકભાઇના મકાનમાં ભાડેથી) તથા ભાવેશ મહેન્દ્રભાઇ ગોહેલ (ખવાસ) (ઉ.૩૦-રહે. વાણીયાવાડી-૩/૧૭નો ખુણો, સુરભી એપાર્ટમેન્ટ સામે)ની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા, કિરણભાઇ પરમાર, મહેશભાઇ ચાવડા સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો. (૧૪.૮)

(3:38 pm IST)