Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

બિમાર પડવા ન માંગતા હો..તો પીવો દુધીનો રસઃ અનેક બિમારીઓથી આપણને રાખે છે દુર

જાણો છો? ઔષધિય ગુણોથી ભરપુર હોય છે દુધી : વજન ઘટાડે, ઇમ્યુનીટી વધારે

 આજના સમયમાં વજનને નિયંત્રણમાં રાખવું એક મોટો પડકાર છે. જો તમે તમારૂ વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો, તો તેના માટે દૂધીનો રસ એક સારો વિકલ્પ બની શકે છે.

 આપણે બધા આપણા દિવસની શરૂઆત નાસ્તાથી કરીએ છીએ. નાસ્તામાં હેલ્ધી ફૂડ ખાવાથી શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે. જો તમે વજન કંટ્રોલ કરવા માટે ખાવા-પીવાનું વિચારી રહ્યા હોવ તો સવારના નાસ્તામાં દૂધીનો રસ લો. તેનાથી તમને દિવસભર એનર્જી તો મળશે જ, પરંતુ તમારૂ વજન પણ નિયંત્રણમાં રહેશે. દૂધીના રસમાં રહેલ પ્રાકૃતિક ખાંડ માત્ર ગ્લાયકોજેનનું સ્તર જાળવવામાં મદદ કરે છે પરંતુ સ્નાયુઓને મજબૂત પણ રાખે છે. આ રીતે દૂધીનો રસ શરીર માટે ફાયદાકારક છે

* વજન નિયંત્રણ

દૂધીના રસમાં કેલરી અને ચરબી ખૂબ જ ઓછી હોય છે. તેથી તે વજન ઘટાડવામાં અસરકારક છે. સવારે ઉઠીને એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી તમે સ્વસ્થ રહી શકો છો. 

 * બોડી ડિટોકસીકેશન

જો તમે ખાલી પેટે એક ગ્લાસ દૂધીનો રસ પીવો છો, તો તમારૂ શરીર તાજગી અને ઉર્જાવાન રહે છે. આ રસમાં ૯૮% પાણી અને એન્ટી-ઓકસીડેન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. તેને પીવાથી શરીર ઠંડુ રહે છે.

* કબજિયાતમાં રાહત

જો તમે કબજિયાતથી પરેશાન છો તો સવારે નાસ્તામાં દૂધીનો રસ લો. આનાથી તમને ફાયદો થઈ શકે છે.

* શરીરની ગરમી દૂર રાખે

શરીરની ગરમીને કારણે માથાનો દુખાવો કે અપચો થઈ શકે છે. દૂધીના રસમાં આદુ મિકસ કરીને પીવાથી શરીરની ગરમી ઓછી કરી શકાય છે.

* હૃદયના સ્વાસ્થ્ય માટે

દૂધીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે દૂધીનો રસ પીવાથી તમારૂ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. દૂધીમાં વધુ દ્વાવ્ય ફાઇબર હોય છે.  જે તમારા બ્લડ પ્રેશરને પણ  નિયંત્રિત રાખે છે, જે હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકે છે.

* તનાવમાંથી મુકિત

દૂધીનો રસ પીવાથી તનાવમાંથી મુકિત મળે છે. તેમાં પાણી વધારે હોય છે. જેથી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેમાં શામક ગુણધર્મ હોય છે જેથી શરીર રિલેકસ રહે છે અને તનાવમાંથી મુકિત મળે છે.

* ખરતા વાળ માટે ફાયદાકારક

દૂધનું શાક તો બધા બનાવતા જ હશે પણ દૂધી તમારા ખરતા વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઇ છે. જો તમે તલનું તેલ અથવા ઓલિવ ઓઇલમાં દૂધીનો રસ મિકસ કરીને લગાવો તો ખરતા બંધ થઇ જાય છે અને સફેદ વાળને નેચરલ કાળા બનાવવામાં મદદ કરે છે .

    દૂધીનો રસ બનાવતા પહેલા દૂધી ચાખી લેવી જોઇએ. જો દૂધી કડવી હોય તો તે નુકસાન કરી શકે છે.

  કોઇપણ પ્રયોગ પુર્વે તમારા ડોકટર, ડાયટેશ્યન કે આયુર્વેદ નિષ્ણાંતની સલાહ અચૂક લેવી હિતાવહ છે....

(2:44 pm IST)