Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રૈયાધારના દેશી દારૂનો ધંધાર્થી મનિષ ભોણીયા પાસા તળે વડોદરા જેલહવાલે

પીઆઇ ચાવડા, પીઆઇ રાવલ, પીએસઆઇ જાડેજા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨: રૈયાધાર મફતીયાપરા આરએમસી કવાર્ટર પાસે તથા રૈયાધાર ચાર માળીયા કવાર્ટર બ્લોક નં. ડી-૧૦માં રહેણાંક ધરાવતાં દેશી દારૂના ધંધાર્થી મનિષ બીજલભાઇ ભોણીયા (ઉ.૩૭)ને પાસા તળે વડોદરા જેલહવાલે કરાયો છે.મનિષ અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડી ચડી ચુકયો હોઇ  ઇ-ગુજકોપમાં ઇતિહાસ ચેક કરી તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં તૈયાર કરવામાં આવી હતી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે વોરન્ટ ઇશ્યુ કરતાં મનિષને વડોદરા જેલમાં મોકલાયો છે. પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ બળભદ્રસિંહ, હેડકોન્સ. ગિરીરાજસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, રાજેશભાઇ, જેન્તીગીરી, પીસીબીના રાજુભાઇ, ઇન્દુભા, મનિષાબેન સહિતે કામગીરી કરી હતી.

(2:43 pm IST)