Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

મગફળી ખરીદીની ૬૭% કામગીરી પૂર્ણઃ કામ પૂર્ણ થતા ૪૪ કેન્દ્રો બંધ

અત્યાર સુધીમાં પ૪૩૩૩ ખેડૂતોએ મગફળી વેંચી

રાજકોટ તા. ર :.. રાજય સરકારે નાગરીક પુરવઠા નિગમના માધ્યમથી ર૬ ઓકટોબરથી શરૂ કરેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ઝડપભેર આગળ વધી રહી છે. કુલ ખરીદી પૈકી ૬૭ ટકા ખરીદી પૂરી થઇ ગઇ છે. જયાં ખરીદી પૂરી થઇ રહી છે તેવા કેન્દ્રો ધડાધડ બંધ થવા લાગ્યા છે. કુલ ૧૩પ પૈકી ૪૪ કેન્દ્રો કામગીરી પુરી થવાથી બંધ કરવામાં આવ્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૪,૬૯,૯૮૧ ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવેલ. તે પૈકી આજ સુધીમાં ૩,૧પ,૭૪૬ ખેડૂતોને મગફળી લઇને ખરીદ કેન્દ્ર પર આવવા માટે મેસેજ કરવામાં આવેલ. જેમાંથી પ૪૩૩૩ ખેડૂતો મગફળી લઇને આવતા ખરીદી કરવામાં આવી છે. ર૪૦પ ખેડૂતોની મગફળી ભેજ કે અન્ય કારણસર નામંજૂર થઇ છે. ખરીદાયેલ મગફળીની કિંમત પર૪૭પ લાખ રૂપિયા થાય છે. ર૮૧૩૦ ખેડૂતોને મગફળીના નાણા ઓનલાઇન ચૂકવાઇ ગયા છે. ર૬ જાન્યુઆરી સુધી ખરીદીની મુદત છે પરંતુ ખરીદી તે પૂર્વ જ પૂરી થઇ જશે. ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતોને ટેકાના ભાવમાં ઓછો રસ પડયો છે.

(3:45 pm IST)