Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈ ભારદ્વાજને રાજકોટ બાર એસોસીએશનની શ્રધ્ધાંજલીઃ અભયભાઈ ભિષ્મ પિતામહ જેવુ સ્થાન ધરાવતાઃ બકુલ રાજાણી

રાજકોટ, તા. ૨ :. પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજનું દુઃખદ નિધન થતા રાજકોટ બાર એસોસીએશને ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પી છે.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ જણાવ્યુ છે કે રાજ્યસભાના સાંસદ, લો કમિશન ઓફ ઈન્ડીયાના સભ્ય, રાજકોટ બાર એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજકોટના સીનીયર એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ વકીલો માટે ભીષ્મ પિતામહ જેવુ સ્થાન ધરાવતા. અભયભાઈ ભારદ્વાજે અનેક વકીલોને માર્ગદર્શીત કરી જ્યુડીશીયલ ક્ષેત્રે મહત્વની જગ્યા હાઈકોર્ટના જજ, ડીસ્ટ્રીકટ જજ, સીવીલ જજ, જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની પોસ્ટ શોભાવેલ છે. ઉપરાંત અભયભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા એડવોકેટ, ડીસ્ટ્રીકટ ગવર્મેન્ટ પ્રીડર, આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્રીડર, પબ્લિક પ્રોસીકયુટર તેમજ વિવિધ કંપનીના લીગલ એડવાઈઝર તરીકે મોભાનું સ્થાન ધરાવે છે.

બકુલભાઈ રાજાણીએ વધુમાં જણાવેલ કે અભયભાઈ ભારદ્વાજનું અવસાન થતા કદી ન પુરાય તેવી ખોટ પડી છે. રાજકોટ બાર એસોસીએશન, તમામ હોદેદારો, કારોબારી સભ્યો શ્રધ્ધાંજલી અર્પણ કરેલ છે.

(2:51 pm IST)