Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

જુનિયર વકીલોને હંમેશ મદદરૂપ બનતા

મારા પિતા-મોટાભાઈ સમાન હતા, મારા પરિવારમાં સુખ-દુઃખમાં મોભી તરીકે હંમેશ સાથે રહેતા : દિલીપભાઈ પટેલ

રાજકોટ : જાણીતા ધારાશાસ્ત્રી શ્રી દિલીપભાઈ પટેલે કહ્યું હતું કે અભયભાઈ મારા પિતા સમાન મોટાભાઈ સમાન હતા મને તેમની સાથે ૩૬ વર્ષ વકીલાત માં થયા તે હંમેશા મારા મારા પરિવાર માં સુખ દુઃખ માં પરિવાર ના સભ્ય તરીકે ની ફરજ બજાવતા હમેશ મને તેમના પરિવાર ના સભ્ય મને ગણતા તેમના માતા પિતા ભાઈ ભાભી પણ મારી સાથે પરિવાર જેવું ગણતા સતત તેમની સાથે રહી મારા વિકાસ ના મને કોર્પોરેટર,બાર કાઉન્સિલ ના ચેરમેન ,બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માં મને મોકલેલો અમારી ઓફિસમાં લગભગ ૨૦૦ થી વધુ જુનિયર ને તૈયાર કરનાર ગુજરાતમાં માત્ર એક વકીલ હશે. ઓફિસના અનેક જુનિયર સેશન્સ જજ, સરકારી વકીલો બનાવનાર સિનિયર હતા ઓફિસ ના કોઈ પણ જુનિયરને તકલીફમાં હોસ્પિટલ,પૈસાની જરૂરિયાત પૂરી કરતા દરેક જુનિયર તેનું ઘર સારી રીતે ચાલે તે માટે આર્થિક મદદ કરનાર ગુજરાત ના એકમાત્ર સિનિયર હતા કાયદા ના નિષ્ણાત હોવાનું અભિમાન ન હતું જુનિયર વકીલો ને કાયદાકીય મદદ કરનાર એક માત્ર દુનિયા અભયભાઈ ભારદ્વાજ હતા. તેમ દિલીપભાઈ પટેલે અંતમાં જણાવ્યુ હતું.

(2:50 pm IST)