Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભય હતો સમાજ, અભયના ઓથથી આજે દુઃખી છે, સમાજ અભયના મોતથી

નામ જેવા જ ગુણ ધરાવતા શ્રી અભયભાઈએ પોતાની યુવાવસ્થામાં ગુંડાગીરી સામે અભય પણે લડત આપી ગુંડાગીરી નાબૂદ કરવામા સફળ રહ્યા હતા. એટલુ જ નહી ભ્રષ્ટાચાર સામેની લડત હોય કે સિસ્ટમ સામેની લડત હોય તેઓએ હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી હતી.

નવનિર્માણ આંદોલન અને કટોકટીના સમયે તેમની સેવાઓ અજોડ હતી સંઘના અદના સેવક તરીકે સરાહનીય ફરજ નિભાવી હતી.

મારે અભયભાઈ ને નિયમિત મળવાનું થતુ હતુ ત્યારે 'તને સાંભળે રે, હા મને કેમ વિસરે રે 'ગીત ની કડી ને સાર્થક કરતા ભુતકાળના પ્રસંગો વાગોળતાં વાગોળતાં સમય કયારે વીતી જતો તેનુ ભાન રહેતુ નહી. રાજ્ય સભાના સાંસદ તરીકે ચુટાયેલ, કાયદાના ઘડવૈયા તરીકે ગુજરાતમાંથી એકમાત્ર પસંદ થનાર, ટોચના નીવડેલા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્ઘાજ , સર્વસમાજના શાલિન સાથી, બ્રહ્મસમાજના દિગ્ગજ આગેવાન પણ હતા.

લોધાવાડ ચોક અને ધરમેન્દ્ર સિંહજી કોલેજ તેમની કારકિર્દીનુ ધામ છે નાનપણથી જ પોતાની સાથે જોડાયેલા સામાન્ય માનવીને વીઆઇપીઓ કરતાં પણ વધારે પ્રેમ કરનાર અભયભાઈ લાગણીનો છલોછલ ઘુધવાટા કરતો દરીયો હતા

પચ્ચાસ વરસથી મારે જેમની સાથે અતૂટ નાતો રહ્યો હતો તેવા મારા શુભચિંતક મોટાભાઈ સમાન અભયભાઈ ભારદ્વાજના કૈલાશ ગમન ના સમાચાર સાંભળીને શુન્યાવકાશી થયો છુ. મેં વ્યકિતગત રીતે મારા પથ દર્શક મોટાભાઈ સમાન વડીલ ગુમાવ્યા છે. તેમની સાથે વિતાવેલા પાંચ દાયકાની અનેક ક્ષણો આજીવન સ્મૃતિ માં રહેશે.

અભયભાઈને આરસીસી બેંકના મેનેજીગ ડિરેકટર ડો બીનાબેન કુંડલીયા સહીત છોદેદારોએ શુભેચ્છા પાઠવી હતી ત્યારની પ્રસ્તુત તસવીર કયારેય વિસરાશે નહીં,

મારો ભોળીયો મહાદેવ, મહામાનવ અભયભાઈ ને પોતાના સાંનિધ્યમાંલઈ ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા

(11:29 am IST)