Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રેસકોર્ષ પાર્કના ૮૮૭ ફલેટધારકોની રીડેવલપમેન્ટ અંગે મીટીંગ

 રાજકોટ : રેસકોર્ષ પાર્કના ૮૮૭ ફલેટ ધારકોની રીડેવલપમેન્ટ અંતર્ગત મીટીંગ યોજાઈ હતી. જેમાં ભાજપ વોર્ડ નં.૨ના પૂર્વ પ્રમુખ અને ૨૬ વર્ષથી રેસકોર્ષ પાર્ક પરીવાર પ્રમુખની જવાબદારી નિભાવી રહેલા શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલે માર્ગદર્શન માહિતી આપી હતી. ૮૮૭ ફલેટ ધારકો તેમજ દુકાન માલિકોની એક મીટીંગ યોજાયેલ. જેમાં નવા તથા જૂના ગીતો રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમની સફળતા માટે અજયભાઈ ધીયા, ઉદયસિંહ રાઠોડ, એડવોકેટ રોહિતભાઈ ધોળકીયા, બાબુભાઈ પટેલ, જગદીશભાઈ સોનેજી, જયેશભાઈ માનસતા, નિલેશભાઈ બગડાઈ, વિરેન્દ્રસિંહ સંઘવી, હિનાબેન રાજપરા, હિનાબેન સંઘવી, દિપાબેન શાહ, હેમાબેન મોદી, આરતીબેન બગડાઈ, પારૂલબેન જીવરાજાની, અંશુબેન ઝા, શીતલબેન ઉચાટ, દીપુબેન આશરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:41 pm IST)