Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં કિશોરી મેળો

 મહાત્મા ગાંધી ચેરીટેબલ  સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા બાળ અને મહિલા વિભાગના સંયુકત ઉપક્રમે 'કિશોરી મેળા'નું આયોજન કરાયુ હતુ. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ વકતૃત્વ સ્પર્ધા, રંગપૂર્ણી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, મેડીકલ ચેક અપ કેમ્પ સહીતની પ્રવૃત્તિઓ થઇ હતી. લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, લાલ બહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમ, માતૃ મંદિર અંગ્રેજી માધ્યમ, સદ્દગુરૂ પ્રાથમિક વિદ્યાલય, જગદગુરૂ પ્રાથીમક વિદ્યાલય, માં આનંદમયી વિદ્યાલય, જગદગુરૂ પ્રાથમિક વિદ્યાલયની મળી ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રંપૂર્ણીમાં પ્રથમ બરસા દ્વારી, દ્વીતીય નંદની ચૌહાણ, તૃતીય રોમા દાસ, નિબંધમાં ગુજરાતી ભાષામાં પ્રથમ પરીના જલવાણી, દ્વીતીય ફીરદોસ ખેતાવત, તૃતીય બિનલ બાવળીયા અને રિધ્ધિ પરમાર, નિબંધ હિન્દી ભાષામાં પ્રથમ ચિતલ રાઠોડ, દ્વીતીય હેતલ પરમાર અને હેતાક્ષી ચૌહાણ, તૃતીય કામી બિયના, નિબંધ અંગ્રેજી ભાષામાં પ્રથમ અંજલી રાઠોડ, દ્વીતીય રૂકસાના ખિરાણી, તૃતીય પ્રિયંકા આચાર્ય અને નોબોનીતા માજી, વકતૃત્વમાં પ્રથમ હેતલ રબારી, દ્વીતીય કીંજલ સોલંકી, તૃતિય મિતાલી કુંભાર, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ સંધ્યા ચૌહાણ, દ્વીતીય દેવાંશી પંડયા, તૃતીય તૃપ્તિી સરવૈયા વિજેતા જાહેર થયેલ. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ભગીની સંસ્થાના આચાર્યશ્રી ભારતીબેન નથવાણી, તૃપ્તીબેન જોષી, ભાવનાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરે મહીલાઓની સુરક્ષ માટે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)