Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા રાશન કીટ વિતરણ

માનવ સેવાની જુદી જુદી પ્રવૃતિ કરતા રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે ૧૮૮ નિરાધાર મહિલાઓને નિઃશુલ્ક રાશન કીટ આપવામાં આવે છે. તેમ મુજબ આ મહીને પણ વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સીનીયર સીટીઝન એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ, વિમલ લાઇટવાળા મહેશભાઇ પટેલ, છગનભાઇ સાવલીયા, મનસુખભાઇ ધોળકીયા, રતિભાઇ કોટડીયા, ગોવિંદભાઇ વડસોલા ઉપસ્થિત  રહ્યા હતા. સમગ્ર સમારોહને સફળ બનાવવા આર. સી. પટેલ, સી. એન. જાવિયા, વી. ડી. ઠકકર, મણીભાઇ ઘોડાસરા, ધીરૂભાઇ ઝાલાવડીયા, મગનભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ પટેલ, નરોતમભાઇ ફળદુ, નટુભાઇ કણસાગરા, જાદવભાઇ કનેરીયા, જમનભાઇ સાપરીયા, મગનભાઇ વાછાણી, લલિતભાઇ સરડવા, રમણિકભાઇ કણસાગરા, ધીરૂભાઇ ફળદુ, હરેશભાઇ મારડીયા, ભાવેશ ભટ્ટ, જેન્તીભાઇ ચપલા, જેન્તીભાઇ ઢોલરીયા, જયેશ ત્રાંબડીયા, શૈલેષ ડઢાણીયા, મહેશ બાવરવા, આર. કે. જાલાવડીયા, મયુર ડેડાણીયા, ઉદયભાઇ કાલાવડીયાએ જહેમત ઉઠાવી હતી. આ તકે મહેશભાઇ પટેલ તરફથી નવા પરિવારોને સાડીનું વિતરણ કરાયુ હતુ.

(3:30 pm IST)