Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા તેજસ્વી બ્રહ્મ રત્નોનું પારિતોષિકથી સન્માનોઃ બહેનોને સિલાઈ મશીન વિતરણ

રાજકોટઃ અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા તેજસ્વી બ્રહ્મરત્નોનું પારિતોષિકથી સન્માન કરવામાં આવેલ હતું. ૨૧ દીકરીઓનું સન્માન કરવામાં આવેલ. ચાલો આપણે જ દીકરીઓની સિધ્ધીઓને બીરદાવીએમ તેમનું જાહેરમાં સન્માન કરી સાચુ લક્ષ્મીપુજન કરીએ. કુ.અગ્રીમા જોષી- પ્રજાસત્તાક દિવસ દિલ્હીની પરેડમાં ગુજરાતની એકમાત્ર દીકરી એન.સી.સી. કેડેટમાંથી ભાગ લીધેલો. ત્રણ વિધવા અને જરૂરીયાતમંદ બહેનોને સીવવાના સંચાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ તથા વિવિધ સમાજના ભામાશાઓનું તથા બ્રહ્મરત્નો જેવા કે ગોલ્ડ મેડાલીસ્ટનું સન્માન કરેલ.

સીવવાના સંચાઓના દાતાઓ પ્રો.મિનાક્ષીબેન એન.ભટ્ટ, પ્રીન્સીપાલ ગોંડલ, ચિરાગભાઈ ધામેચા, નિલેશભાઈ ભટ્ટ તથા માધવીબેન ઉપાધ્યાયનો સહયોગ મળેલ.

મુખ્ય મહેમાન તરીકે તથા દીપપ્રાગટય કેપ્ટન જયદેવભાઈ જોષી, ચારૂબેન ત્રિવેદી, ડો.દર્શિતાબેન શાહ (પૂર્વ ડે.મેયર), જીમ્મીભાઈ અડવાણી (શિવસેના), અતુલભાઈ પંડીત (વોર્ડ-૨, ભા.જ.પ.પ્રમુખ), હરેશભાઈ જોષી (કાર્યાલય મંત્રી, ભાજપ રાજકોટ), વિનોદભાઈ પોપટભાઈ (લાલભાઈ), કાળુમામા, જયેશભાઈ જાની (એડવોકેટ અને નોટરી), ડો.પ્રકાશ મધુભાઈ જોષી, કિરીટભાઈ પાઠક (નિવૃત લીગલ એડવાઈઝર સૌ.યુનિ.), હરેશભાઈ સી.જોષી (સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજ, વેરાવળ), જે.ડી. ઉપાધ્યાય (પ્રમુખ), માધવીબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

આયોજક સમિતિના કાર્યકરો અનિલભાઈ ત્રિવેદી, નિલેશભાઈ ભટ્ટ, જેન્તીભાઈ ત્રિવેદી, ડો.પુલકિતભાઈ બક્ષી, રાહુલભાઈ ક્ષેત્રીય, જયેશભાઈ જોષી, જયેશભાઈ દેસાઈ, રાજેશભાઈ શુકલ, આદિત્યભાઈ ત્રિવેદી, કેતનભાઈ ત્રિવેદી, પ્રબોધભાઈ બક્ષી, બીપીનભાઈ ભટ્ટ, ભરતભાઈ પંડ્યા, વિજયભાઈ ત્રિવેદી, મુકેશભાઈ શુકલ, જયેશભાઈ મહેતા તેમજ હિમા ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, બીનાબેન શુકલ, પૂર્ણાબેન ત્રિવેદી, નમ્રતાબેન ત્રિવેદી, હેમાલીબેન રાવલ, કૃપાબેન ત્રિવેદી, વિશ્વાબેન ત્રિવેદી, સુમનબેન ભટ્ટ, સાધનાબેન બક્ષી, અનિતાબેન શુકલા, ચંદ્રિકાબેન ભટ્ટ, ચંદ્રિકાબેન જાની, જયશ્રીબેન ક્ષેત્રિય, પલ્લવીબેન દવે વગેરે જહેમત ઉઠાવી હતી

(3:24 pm IST)