Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કાલાવડ રોડ પર રાત્રે કાર દસેક ગોથા ખાઇ ઉંધી વળીઃ ચાલક અને સાથેનો શખ્સ ઉતરીને છનનનઃ કાર ચિરાગગીરી ગોસ્વામીના નામે

રાજકોટઃ મોડી રાતે કાલાવડ રોડ પર આત્મીય કોલેજના ગેઇટ પાસે જીજે૦૩કેએચ-૬૯૭૯ નંબરની આઇ-૨૦ કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલ્ટી ખાઇ ગઇ હતી. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. કારમાંથી ઉતરેલા ચાલક સહિતના બે જણા કાર રેઢી મુકી ભાગી ગયા હતાં. કાર ઉંધી વળી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇને ઇજા થઇ કે કેમ તે જાણવા મળ્યું નહોતું. આરટીઓમાં આ કાર કોઇ રાજકોટના ચિરાગગીરી ગોસ્વામીના નામે રજીસ્ટર થયેલું હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ પ્રાથમિક કાર્યવાહી કરી હતી. નજરે જોનારાઓના કહેવા મુજબ બંબાટ  સ્પીડથી કેકેવી ચોકથી મોટા મવા રોડ તરફ આ કાર જઇ રહી હતી અને ડિવાઇડર સાથે અથડાયા બાદ દસેક ગોથા ખાઇ ગઇ ઢસઢાયા બાદ ઉંધી થઇ ગઇ હતી. તસ્વીરમાં કારની હાલત જોઇ શકાય છે. અકસ્માત બાદ ચાલક અને સાથેનો શખ્સ ઉતરીને આત્મીય કોલેજની સામેની શેરી તરફ ભાગી ગયાનું લોકો કહેતાં હતાં.

(1:09 pm IST)