Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હેલ્મેટ મુદે કોંગ્રેસ આક્રમક સાંજે ત્રિકોણ બાગે મહા સહી ઝૂંબેશ

વોર્ડ નં. ૭, ૧૦, ૧૭ માં યોજાયેલ સહી ઝૂંબેશમાં હજારો નાગરીકોએ કાળા કાયદાનો વિરોધ દર્શાવ્યો

રાજકોટ તા. ર :.. હેલ્મેટનાં કાળા કાયદાના વિરોધમાં વિપક્ષ કોંગ્રેસ હવે આક્રમકતાનાં મુડમાં જેનાં અનુસંધાને લોક આંદોલનનાં પ્રારંભે હેલ્મેટનાં વિરોધ માટે વોર્ડ-વાઇઝ સહી ઝૂંબેશ બાદ આજે સાંજે પ વાગ્યે ત્રિકોણ બાગે મહા સહી ઝૂંબેશનાં કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

આ અંગે યુવક કોંગ્રેસનાં પ્રમુખ જયપાલસિંહ રાઠોડની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ કલાક સુધી શહેરી વિસ્તારમાંથી હેલ્મેટના કાયદો દૂર કરવા માટે સહિ ઝૂંબેશ અભિયાનનાં ભાગરૂપે મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય શાળા પાસેથી શહેરી વિસ્તારમાં હેલ્મેટ નાબુદી સહી ઝૂંબેશ કરવામાં આવેલ હતી.

જેમાં શહેરીજનોનો હેલમેટના કાયદા સામે પ્રચંડ રોષ પ્રગટાવી રહ્યા હતા અને સામેથી ઉભા રહી સહિ ઝૂંબેશનમાં પોતાનો સાથ સહકાર આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જયારે રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં રેલી યોજાશે ત્યારે ભાગ લેશું તેમજ પોતાના ગુસ્સો ઠલવી બોલી રહ્યા હતા કે લોકોને આ તઘલઘી કાયદાથી ભાજપ સરકાર હેરાન-પરેશાન-કરે છે તેને દેખાડી દેશું અને હેલ્મેટના વિરોધમાં અન્ય કોઇપણ કાર્યક્રમ જેમ કે ભૂખ હડતાલ કે ધરણાં થશે તો એમાં પણ જોડાશે તેમજ આજે સાંજે પ કલાકે ત્રિકોણ બાગ ખાતે પણ હેલ્મેટ નાબુદી સહિ ઝૂંબેશ કરવામાં અવશે આ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂતની આગેવાની હેઠળ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઇ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ ભાર્ગવ પઢીયાર, વોર્ડ નં. ૭ કોંગ્રેસ પ્રમુખ કેતન જરીયા, નાગજીભાઇ વિરાણી, દેવેન્દ્રસિંહ ભટ્ટી, કિશોરસિંહ જાડેજા, ગોપાલ બોરાણા, હીરલબેન રાઠોડ, ગુલામ મોઇનુદીન નવાબ, લાખાભાઇ ઉંધાડ, આનંદ વાગડીયા, ભાવેશ જરીયા, મહેશભાઇ, રમેશભાઇ તલાટીયા, પ્રવિણભાઇ મુછડીયા, ગીરીશ જરીયા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.  સવારે યોજાયેલ વોર્ડ વાઇઝ સહી ઝૂંબેશનો કાર્યક્રમ આ મુજબ છે.

વોર્ડ નં. ૭

શહેર યુવક કોંગ્રેસ દ્વારા હેલ્મેટના વિરોધમાં સહી ઝૂંબેશ કાર્યકમ આજે સવારે રાષ્ટ્રીય શાળા પાસે કરવામાં આવ્યો હતો. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર,

મહેશ રાજપુત, જયપાલસિંહ રાઠોડ, કેતનભાઇ જરીયા, રોહિતસિંહ રાજપૂત, ભાર્ગવભાઇ પઢીયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વોર્ડ નં. ૧૦

હેલ્મેટના  કાળા કાયદાના વિરોધમાં આજે શહેર કોંગ્રેસની સુચના મુજબ વોર્ડ નં. ૧૦ કોંગ્રેસ કમિટી દ્વારા શહેરના કાલાવડ રોડ, ઉપર કે. કે. વી. ચોક ખાતે લોકોની સહીઓ લેવાનો કાર્યક્રમ રાખેલ છે. આ ઝૂંબેશ લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળતા બે કલાકમાં છ સો - સાતસો જેટલા લોકોએ સહીઓ કરી સરકાર સામેનો રોષ વ્યકત કરેલ હતો.

આ કાર્યક્રમમાં વોર્ડ કોંગી પ્રમુખ જગદીશભાઇ ડોડીયા, શહેર મહામંત્રી ડી. બી. ગોહીલ, અંકુર માવાણી, પ્રદેશ અગ્રણી રાજદીપસિંહ જાડેજા, કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, મયંકભાઇ હાથી, હીનાબેન વાડોદરીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતાં. તેમ કોંગ્રેસની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

વોર્ડ નં. ૧૭

શહેર કોંગ્રેસ વોર્ડ નંબર ૧૭ માં હેલ્મેટ વિરૂધ્ધ સહી ઝૂંબેશનો કાર્યક્રમ પટેલ ચોક, હરી ધવા માર્ગ, કોઠારીયા રોડ ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૧૭ ના  પ્રમુખ નિમેષ ભંડેરીની આગેવાનમાં યોગેશ પાદરીયા, ગાયત્રીબેન ભટ્ટ, સુરેશ સીતાપરા, રસીકભાઇ ભટ્ટે, કૈલાશભાઇ કાકડીયા, બાબુભાઇ સાવલીયા સહિતના જોડાયા હતાં.

(3:19 pm IST)