Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

એટ્રોસીટી હુમલાના કેસમાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટતા. ર : રાજકોટ શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં જુની અદાવતનો ખાર રાખી જીવલેણ હુમલો કરવાના એટ્રોસીટી એકટના ગુન્હા હેઠળ પકડાયેલ યુવાન આરોપીઓનો રાજકોટની કોર્ટે જામીન પર છુટકારો ફરમાવેલ હતો.

રાજકોટના પેડક રોડ વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી પ્રવિણભાઇ ડાયાભાઇ મકવાણા રાજકોટના બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩રપ, ૩ર૩, પ૦૪, ૧૧૪, તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (ર) (પ) (એ) તથા ૩ (૧) (આર) (એસ) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી જે અન્વયે પોલીસ દ્વારા ગત તા. પ/૧૦/ર૦ર૧ ના રોજ આ કામના આરોપીઓ (૧) સંજયભાઇ મનોજભાઇ ગાંગડીયા, (ર) જયદીપભાઇ ઉર્ફે ભયલુ નટુભાઇ ગોહેલની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટના બી.ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩રપ, ૩ર૩, પ૦૪, ૧૧૪, તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (ર) (પ) (એ) તથા ૩ (૧) (આર)(એસ) મુજબની ફરીયાદ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ આપેલ હતી. જેના અનુસંધાને બી.ડીવીઝન પો.સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓ (૧) સંજયભાઇ મનોજભાઇ ગાંગડીયા, (ર) જયદીપભાઇ ઉર્ફે ભયલુ નટુભાઇ ગોહેલની ગત તા. ૧૮/૧૦/ર૦ર૧ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને આરોપીઓને સ્પે. એટ્રો. કોર્ટ સમક્ષ રજુ કરતા તમામ આરોપીઓને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ ઉપરોત બન્ને આરોપીઓ વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ તેમજ તાજેતરમાં એટ્રોસીટીના ગુન્હા સબબ નામ હાઇકોર્ટ અને નામ.સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી સ્પે. એટ્રોસીટી કોર્ટના મહે. જજ સાહેબે તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમા આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા, રોકાયેલા હતા.

(4:15 pm IST)