Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

શહેર પોલીસ બેડાના ૧૧૦ કોન્સ્ટેબલ તેમજ ૧૭ હેડકોન્સ્ટેબલને દિવાળી ભેટમાં પ્રમોશન મળ્યું

પોલીસ હેડકવાર્ટર ખાતે પીનઅપ સેરેમની યોજાયોઃ બદલીનો ઘાણવો પણ નીકળશે

રાજકોટ તા. ૨: શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો, બ્રાંચ અને હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ૧૨૭ પોલીસ કર્મચારીઓને દિવાળી ભેટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી પ્રમોશનની ભેટ મળી છે. જેને પ્રમોશન મળ્યા છે તેમાં ૧૧૦ પોલીસ કોન્સ્ટેબલ અને ૧૭ હેડકોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ તમામને અનુક્રમે હેડકોન્સ્ટેબલ અને એએસઆઇ તરીકે પ્રમોશન મળ્યા છે. આ તમામ કર્મચારીઓની બઢતી અન્વયે પીન-અપ સેરેમની આજે પોલીસ હેડકવાર્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ અધિકારીઓએ હાજરી આપી હતી.

શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના  ૮ કર્મચારીઓ, એ-ડિવીઝનના પાંચ, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના એક, એમટી વ્ભિાગના બે, એરપોર્ટના પાંચ, એસસીએસટી સેલના એક, કન્ટ્રોલ રૂમના એક, કયુઆરટીના એક, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના બાર, ખાસ શાખાના બે, ગાંધીગ્રામના આઠ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નવ, ટ્રાફિક શાખાના દસ, ડીસીબીના એક, થોરાળાના અગિયાર, પેરોલ ફરલોના એક, આઇબીના એક, પ્ર.નગરના ચાર, બી-ડિવીઝનના બે, ભકિતનગરના પાંચ, મહિલા પોલીસ સ્ટેશનના બાર, માલવીયાનગરના પાંચ, તાલુકા પોલીસ સ્ટેશનના સાત, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આઠ અને હેડકવાર્ટરના પાંચ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

સવારે પોલીસ હેડકવાર્ટર ખાતે આ તમામ કર્મચારીઓને બઢતી માટેનો પીન અપ સેરેમની યોજાયો હતો. એક સાથે ૧૨૭ કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલને પ્રમોશન મળતાં આ તમામને દિવાળી તહેવારની ગિફટ મળી હોય તેવી ખુશીનો માહોલ છવાયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્સ્પેકટર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એએસઆઇ તરીકે જેમને પ્રમોશન મળ્યા છે તેમાં ભકિતનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, માલવીયાનગરના જયદિપસિંહ ચુડાસમા, યુનિવર્સિટીના સાજીદભાઇ ખેરાણી, ફરીદભાઇ શેખ, મહમદહનીફ આરબ, એરપોર્ટ પોલીસ સ્ટેશનના યોગેન્દ્રભાઇ ચોૈહાણ, અને ડીસીબીના હરદેવસિંહ જાડેજા સહિત ૧૭નો સમાવેશ થાય છે. દરમિયાન હવે આંતરીક બદલીનો ઘાણવો પણ નીકળવાની શકયતા હોવાનું જાણવા મળ્યું છે. તસ્વીરમાં પ્રમોશન મેળવનારા કર્મચારીઓને પીનઅપ કરી હોદ્દો આપવામાં આવ્યો તે દ્રશ્યો નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:19 pm IST)