Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સીંગતેલ ડબ્બે વધુ ર૦ રૂ. તૂટયા

નવા ટીનના ભાવ ઘટીને રર૪૦ થી રર૭૦ રૂ. થયાઃ કપાસીયા તેલમાં પ રૂ. ઘટયા

રાજકોટ તા. રઃ નવા સપ્તાહના પ્રારંભે સીંગતેલમાં મંદીનો દોર યથાવત રહ્યો છે. આજે સીંગતેલ ડબ્બે વધુ ર૦ રૂ. તૂટયા હતા.

સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધતા સીંગતેલમાં આજે વધુ ર૦ રૂ.નો ઘટાડો થયો હતો. સીંૅગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ૧૩૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ર વાગ્યે ૧ર૭પ થી ૧૩૦૦ રૂ. બોલાયા હતા. સીંગતેલ નવા ટીન (૧પ કિ.ગ્રા.) ના ભાવ રર૬૦ થી રર૮૦ રૂ. હતા તે ઘટીને રર૪૦ થી રર૬૦ રૂ. થયા હતા.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ઘટાડો થતા કપાસીયા ટીનના ભાવ ઘટીને ૧પ૭પ થી ૧૬૦પ રૂ. થયા હતા. ગત સપ્તાહમાં સીંગતેલ ડબ્બો ૧૦૦ રૂ. અને કપાસીયા તેલમાં ૩૦ રૂ.નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે તેવો વેપારી સુત્રોએ નિર્દેશ આપ્યો હતો.

(3:35 pm IST)