Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

લોકોની કેડ ભાંગી નાખતી ગોંડલ ચોકડીઃ સરકારી ખાડાનું ચલક ચલાણું: હેલીકોપ્ટરમાં ઉડતાં નેતાઓ તુટેલા રસ્તા પર નજર નહિં નાંખે તો...

રાજકોટઃ શહેરનાં ગોંડલ હાઇ-વે પર ટ્રાફિકથી ધમધમતી ગોંડલ રોડ ચોકડી એ છેલ્લા છ મહિનાથી મસમોટા ખાડાઓ પડી ગયા છે. છતાં છાસવારે હાઇ-વે રસ્તાઓ-ફલાય ઓવરબ્રીજનાં નામે સસ્તી પ્રસિધ્ધિ મેળવતાં નેતાઓને આ રસ્તો રીપેર કરવામાં કોઇ જ રસ ન હોય તેમ આજની તારીખે ગોંડલ ચોકડીના આ ખાડાઓ લોકોની કેડ ભાંગી રહ્યા છે. રસ્તા રીપેરીંગનાં કામ બાબતે નેશનલ હાઇ-વે ઓથોરીટી અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે ચલક-ચલાણું રખાતું હોવાની ગંધી આવી રહી છે. જવાબદારીની ફેંકા-ફેંકી થતી હોવાની લોકોમાં ચર્ચાય છે ત્યારે હેલીકોપ્ટરમાં ઉડતાં નેતાઓ એક વખત આ તુટેલા રસ્તા પર નજર નાંખી તેનું રીપેરીંગ નહિં કરાવે તો... આવતાં દિવસોમાં પ્રજા તેઓને આ ખાડા વાળા રસ્તા પર પસાર થવા મજબુર કરી દયે તો નવાઇ નહિં... તસ્વીરમાં હાઇ-વે પર મસ-મોટા ગાબડાઓ સ્પષ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરિયા)

(2:48 pm IST)