Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

લાર્જેસ સ્કિમમાં રેલ્વે મઝદુર સંઘના પ્રયાસોથી નોકરી અપાતા કર્મચારી પરિવાર ખુશખુશાલ

રેલ્વે મઝદુર સંઘના સેક્રેટરી હિરેન મહેતાના પ્રયાસો સફળ

રાજકોટઃ લાર્જેસ સ્કિમમાં નોકરી અપાવવા પ્રશ્ને વેસ્ટ રેલ્વે મઝદુર સંઘનાં હિમાંશુ જાદવ તથા હિરેન મહેતા દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવતા આખરે આ પ્રશ્ન ઉકેલાતા રેલવેના કર્મચારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. તે વખતની તસ્વીરમાં તાજેતરમાં વેસ્ટ રેલ્વે મઝદુર સંઘ દ્વારા આ સમસ્યા ઉકેલવા રજુઆતો કરી હતી અને બીજી તસ્વીરમાં લાર્જેસ સ્કિમનો પ્રશ્ન હલ થતા કર્મચારીઓએ મઝદુર સંઘના અધિકારીઓનો આભાર માન્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(2:42 pm IST)