Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

દિવાળી આસપાસ વહીવટી તંત્રમાં તોળાતા ધરખમ ફેરફારો

જી. એ. એસ. - આઇ. એ. એસ. કક્ષાએ બઢતી -બદલીના ફટાકડા ફુટશે : પૂર્વ તૈયારી શરૃઃ ચાલીસેક ડે. કલેકટરોને અધિક કલેકટર પદે બઢતી અપાશે : જી. એ. એસ. કેડરમાંથી આઇ. એ. એસ કેડરમાં આવેલા ૧૨ અધિકારીઓ ડી.ડી.ઓ કક્ષામાં નિમણુક મેળવવા પાત્ર : કેટલાક ડી.ડી.ઓને કલેકટર બનાવાશે : સચિવ અને તેથી ઉપરની કક્ષાએ પણ ફેરફારો અસર કરશે

રાજકોટ,તા. ૨: રાજ્યમાં ૮ વિધાનસભામાં બેઠકોનું પરિણામ તા.૧૦ નવેમ્બરે જાહેર થયા બાદ આચારસંહિતા પૂરી થતાં તુરંત વહીવટી તંત્રમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યાનું જાણવા મળે છે. દિવાળીના દિવસોમાં અથવા ત્યારબા તુરત મોટા પાયે બઢતી -બદલી કરવાની પૂર્વ તૈયારી ચાલતી હોવાના નિર્દેષ છે.

૪૦ જેટલા નાયબ કલેકટરોને અધિક કલેકટર તરીકે બઢતી અને નવી નિમણુક આપવા પાત્ર છે. ગયા મહિને ૧૨ અધિક કલેકટરને આઇ.એ.એસ. કેડરમાં બઢતી મળતા તેમને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ નિમણુંક આપવાની થાય છે. ફેરફારો થશે અમુક કલેકટરોને એક જ સ્થાને ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે અથવા થઇ ગયા છે. ડી.ડી.ઓ કક્ષાએ લાંબા સમયથી રહેલા અધિકારીઓને કલેકટર કક્ષાએ મુકવાનો સમય પાકી ગયો છે. સરકાર ધારે તા. ૩ ના રોજ મતદાન પુરૂ થાય પછી ચૂંટણી પંચની મંજુરીથી હુકમ કરી શકે છે પણ તેવી શકયતા નહિવત છે.

ફેરફારોનો દોર આઇ.એ.એસ. કેડરમાં સચિવથી માંડી અધિક મુખ્ય સચિવ કક્ષાએ સ્પર્શે તેવી પ્રબળ શકયતા છે. હાલ કેટલાક મહત્વના વિભાગો કાર્યકારી અધિકારીઓ ચલાવી રહ્યા છે. સમગ્ર રીતે જોતા વહીવટી તંત્રમાં ફેરફારો મોટા પ્રમાણમાં થશે.

(11:41 am IST)