Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

નરેન્દ્રબાપુના મોટાભાઈ યોગેશભાઈ સોલંકીનું દુઃખદ નિધનઃ સાંજે ટેલીફોનિક બેસણું

બુલંદી શેઠના નામે જાણીતા હતા, હૃદયરોગના હુમલો જીવલેણ નિવડયોઃ સ્મશાનયાત્રામાં આગેવાનો જોડાયા

રાજકોટઃ યોગેશભાઈ મગનલાલ સોલંકી (બુલંદી શેઠ) તા.૩૧ના શનિવારના દુઃખદ નિધન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૨/૧૧ સોમવાર, સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિવાસસ્થાન શ્રી બહુચર કૃપા, શ્રી જીવરાજ પાર્ક, નચીકેતા સ્કુલ પાસે, અંબીકા ટાઉનશીપ, કાલાવડ રોડ, રાજકોટ સ્વ.મગનલાલ તુલસીદાસ સોલંકી, ગં.સ્વ.લલીતાબેન મગનલાલ સોલંકી, નિતીશભાઈ મગનલાલ સોલંકી મો.૯૬૮૭૪ ૯૬૧૩૭, નરેન્દ્રભાઈ મગનલાલ સોલંકી મો.૯૮૨૪૨ ૧૦૫૨૮ (મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ, શ્રી આપાગીગાનો ઓટલો), રાજેન્દ્રભાઈ મગનલાલ સોલંકી મો.૭૩૮૩૨ ૧૨૧૫૭, ચિરાગભાઈ યોગેશભાઈ સોલંકી મો.૯૯૭૯૨ ૭૧૯૯૯, બ્રીનીશભાઈ યોગેશભાઈ સોલંકી મો.૯૭૨૭૦ ૦૮૯૬૮, જ્ઞાનેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ સોલંકી મો.૯૦૩૩૬ ૮૩૧૯૫, અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકી મો.૯૯૨૪૯ ૧૪૫૯૩, ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકી.

ગુજરાત રાજય  ઓબીસી નિગમના પૂર્વ ચેરમેન રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્દ્રભાઈબાપુના મોટાભાઈ યોગેશભાઈ સોલંકી (બુલંદી શેઠ)નું ૬૨વર્ષની વયે ગત શનિવારે દુઃખદ નિધન થયું હતું. તેઓ છેલ્લા એક મહિનાથી બિમાર રહ્યા બાદ આવેલા હૃદય રોગના હુમલાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

યોગેશભાઈ સોલંકી રાજકોટ શહેરના જાણીતા નરેન્દ્રભાઈ સોલંકીના મોટાભાઈ હોય તેમજ ઈમિટેશનના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલ હતા. યોગેશભાઈ સોલંકીનું દુઃખદ નિધન થતા મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાંર્ જોડાયા હતા.

(3:37 pm IST)