Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

'મહા' વાવાઝોડા સામે એલર્ટ તા.૬-૭ મીએ ૭૦ કિ.મી. ઝડપે પવન ફુંકાશે

રાજકોટ જીલ્લા-તાલુકાનાં સેન્ટરોમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશેઃ રાઉન્ડ ધ કલોક કાર્યવાહીઃ નિવાસી અધિક કલેકટરશ્રીએ આગોતરા પગલા લેવા તમામ તંત્રને તૈયારીમાં રહેવા સુચના આપી

રાજકોટ, તા. ર : આગામી તા. ૬ અને ૭ નવેમ્બરે 'મહા' વાવાઝોડું સૌરાષ્ટ્રમાં અસર કરનાર હોઇ તે સંદર્ભે નિવાસ અધિક કલેકટરશ્રીએ 'એલર્ટ' જાહેર કરી તમામ સરકારી ક્ષેત્રત્રોને આગોતરા પગલા લેવા વિવિધ સુચનાઓ આપવા તથા રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમો જીલ્લા તાલુકા લેવલે શરૂ કરવા સુચનાઓ આપી હતી. આ દિવસે ૬૦થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાનાર હોઇ રાહત-બચાવ સહિતની કામગીરી માટે તંત્રને તૈયાર રખાશે.

  આ અંગે કલેકટર કચેરીની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે,  'મહા વાવાઝોડા' અંગે આગામી તા. ૬ સવારથી તા. ૭ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 'મહા' વાવાઝોડાની મહત્તમ અસર થવાની સંભાવના દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો છે. ઉપર્યુકત દિવસો દરમ્યાન ૬૦ થી ૭૦ કિ. મી. ની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શકયતા જણાઇ રહી છે. આ દિવસો દરમ્યાન વાવાઝોડાની પરિસ્થિતિને લક્ષમાં રાખીને રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાએ તા. ર-૧૧ થી તા. ૧૦-૧૧ સુધી રાઉન્ડ ધ લોક કંટ્રોલ રૂમ શરૂ કરાશે. તમામ જરૂરી આગોતરા પગલા લેવા તથા વાવાઝોડા સંદર્ભે લોકોને જાણ કરવામાં આવશે. (પ-૪૦)

 

નિષ્ઠાથી ફરજ બજાવતા કર્મચારીઓને  પ્રોત્સાહિત કરવા જોઇએઃ સુધીર પટેલ

મંત્રી ભૂપેન્દ્રસિંહની હાજરીમાં ખેડાના કલેકટરને નિવૃતિ વિદાયમાનઃ કલેકટરની  સકારાત્મક કામગીરી  પ્રશંસનીયઃ  એસ.પી. દિવ્ય મિશ્ર

ખેડાના જિલ્લા કલેકટર શ્રી સુધીર પટેલ (આઇ.એ.એસ) વયમર્યાદાના કારણે નિવૃથ થતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં યોજાયેલ સમારંભની તસ્વીર. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ,તા.૨:ખેડા જિલ્લાના કલેકટરશ્રી સુધીર પટેલની વયનિવૃત્ત્િ।નો કાર્યક્રમ નડિયાદ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લા કલેકટરશ્રી સુધીર પટેલની ૩૦ વર્ષની સરકારી સેવાઓ પ્રસંશનીય અને બિરદાવવા લાયક રહી છે. તેમને સરકારે જે જવાબદારી સોંપી છે તે પુરી નિષ્ઠા અને સરકારની સુંદર છબી ઉભી થાય તે રીતે નિભાવી છે. સરકાર તરફથી તેમજ હું અંગત રીતે તેઓની સેવાઓને બિરદાવું છું અને સરકારને જયારે જયારે તેઓની સેવાઓની જરૂર પડશે ત્યારે તેમની સેવાઓ લેવામાં આવશે.

જિલ્લા પોલીસ વડાશ્રી દિવ્ય મિશ્રએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, જિલ્લાના વડા તરીકે કલેકટર સુધીર પટેલ સાથે તેઓએ ખુબ ઓછો સમય નોકરી કરી છે પરંતુ કલેકટરશ્રીનો સરળ સ્વભાવ અને દરેક બાબતને સકારાત્મક રીતે જોવાની તેઓની કાર્ય પધ્ધતિથી હું પ્રભાવિત થયો છું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુધીર પટેલે આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રથમ વખત કદાચ એવું બન્યુ હશે કે કોઇ અધિકારી નિવૃત્ત્। થાય અને સરકારના સીનીયર કેબિનેટ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં તેઓનો વિદાય સમારોહ યોજાય. આ માટે હું મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભારી છું. કલેકટરેે જણાવ્યું હતું કે, હંમેશા સકારાત્મક વિચારો અને સરકાર દ્વારા મને સોપવામાં આવેલી જવાબદારીઓને ખુબ જ સરસ રીતે નિભાવી શકુ તે માટે પ્રયત્નશીલ રહ્યો છું. સાથે સાથે મારી નોકરી દરમ્યાન મે મારી સ્ટાફના દરેક કર્મચારીની પણ કાળજી રાખી તેઓને નોકરીમાં તેઓનું શ્રેષ્ઠ પ્રદાન આપવા પ્રોત્સાહિત કર્યા છે જેના કારણે મારી ફરજો સરળતાથી પુરી થઇ છે. જયારે કોઇ પણ કર્મચારી કે અધિકારી તેની સેવાઓ નિષ્ઠાથી બજાવતા હોય તો તેઓને પ્રોત્સાહિત કરવા જોઇએ તેવું મારું અંગત રીતે માનવું છે. જેથી અધિકારી તેમજ સરકાર તે કર્મચારી પાસેથી શ્રેષ્ઠ કામગીરી લઇ શકે.

નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજાએ આ પ્રસંગે સૌને આવકાર્યા હતા અને કલેકટર શ્રી સુધીર પટેલ સાથે તેઓના અનુભવોનું વર્ણન કરી કલેકટરશ્રીને નિવૃત્ત્। જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અજુર્નસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રી દશરથભાઇ, પ્રાંત અધિકારી, મામલતદારશ્રીઓ તથા મહેસૂલી સ્ટાફ, પોલીસ પરિવારના સભ્યો તથા પત્રકારો ઉપસ્થિત રહયા હતા.

(4:05 pm IST)