Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ડીસેમ્બરમાં ભરવાડ સમાજના સમુહલગ્ન

૧૦૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ રકતદાન કેમ્પ પણ યોજાશેઃ ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા તા.૫ થી ફોર્મ વિતરણ

રાજકોટઃ તા.૨, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ૧૭મો સમૂહ લગ્નોત્સવ ભરવાડ સમાજ દ્વારા નકકી કરવામાં આવેલ છે. છેલ્લા ૧૭ વર્ષથી આ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ વખતે પણ દર વર્ષની જેમ સમૂહ લગ્ન ૧૫૦ ફટ રીંગ રોડ, રામાપીર ચોકડીની આગળ પાણીના ટાંકા પાસે, રૈયાધાર ખાતે તા. ૮ ડીસેમ્બરના    રાખવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા૧૭ વર્ષથી આ સમિતિ દ્વારા ૧૧૦૦ થી પણ વધારે યુગલોએ લાભ લીધો છે.

 આ સમુહ લગ્નમાં જોડાવા માટે દીકરીની ઉમર ૧૮ વર્ષથી ઉપર હોવી જોઈએ અને દિકરાની ઉમંર ૨૧ વર્ષથી વધારે હોવી જોઈએ. તો જ આ સમુહ લગ્નમાં જોડાઈ શકશે. આ સમુહ લગ્ન માટે રૈયાની ધાર, પાણીના ટાંકા પાસે તા.૫/૧૧ થી ફોર્મ  વિતરણ  શરૂ થશે અને તા.૧૬-૧૧ સુધીમાં જમા કરાવી દેવા.

ફોર્મ મેળવવા માટેનું સ્થળ સ્વામીનારાયણ ચોક ખોડીયાર ટી સ્ટોલ, ચુનારાવાડ ખાતે ગોપાલ કોમ્પલેક્ષ, રૈયા રોડ, લીંબુડીવાડી માધવ એન્ટરપ્રાઈઝ ખાતેથી ફોર્મ વિતરણ કરવામાં આવશે.

 આ સમુહ લગ્ન ઉત્સવમાં આ વખતે ભરવાડ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ગોપાલક સમુહ લગ્ન સમિતિ, રાજકોટના આયોજકો શ્રી બાલાભાઈ બોળીયા ૯૪ર૬ર ૩૮૦૯૫, વિભાભાઈ જોગરાણા ૯૮૭૯૪ ૭૩૭૭૩, દેવાભાઈ સોહલા, સગરામભાઈ મીર, લખમણભાઈ ધોળકીયા, વિભાભાઈ બોળીયા, - ઢાઢીયા, દેવાભાઈ શીપાળીયા, રદ્યુભાઈ ધોળકીયા, બાલાભાઈ સભાડ, રાજુભાઈ મીર, બાબુભાઈ બોળીયા, માધાભાઈ બોળીયા, રદ્યુભાઈ બોળીયા, સંગ્રામભાઈ શીયાળીયા, ડાયાભાઈ સાટીયા, છેલાભાઈ સોહલા, લાલાભાઈ મીર, સાદુળભાઈ ભુવા, ગભુભાઈ ભુવા, સેલાભાઈ સાગડીયા, મેરાભાઈ સાગડીયા, ભનાભાઈ બામ્ભા, ખોડાભાઈ જોગરાણા, ડો. રણછોડભાઈ બામ્બા, વાઘાભાઈ મીર, હાજાભાઈ જોગરાણા, રઘુભાઈ બોળીયા, રણછોડભાઈ ડોડા, બાલાભાઈ શેભા, રાજુભાઈ સભાડ, ધીરૂભાઈ સભાડ, લાલાભાઈ સોહલા, દ્યુડાભાઈ જોગરાણા, ગેલાભાઈ સોહલા, નારણભાઈ જોગરાણા, હરીભાઈ મીર, ગભાભાઈ સોહલા, રાકેશભાઈ ડોડા, રણછોડભાઈ સભાડ , કાનાભાઈ ચૌહાણ, લાલાભાઈ સભાડ, ભલાભાઈ ધોળકીયા, લાખાભાઈ સાટીયા, મીઠાભાઈ જોગરાણા, ભુપતભાઈ ધોળકીયા, ભનાભાઈ ડોડા, લાલાભાઈ સાટીયા, છગનભાઈ સોહલા, ભોજાભાઈ બામ્ભા, ગોબરભાઈ સભાડ, કરશનભાઈ જોગરાણા, ભોપાભાઈ જોગરાણા, રદ્યુભાઈ બોળીયા, લાલાભાઈ સભાડ, નારણભાઈ ભુવા, નાઝાભાઈ જોગરાણા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:04 pm IST)