Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ગુજરાત પોલીસ વડાના પરિપત્રનો ઉલાળિયો કરી સિવીલ ડ્રેસમાં વાહન ચેકીંગ

ડ્યુટી ઉપર ફરજીયાત ડ્રેસના હુકમનો અનાદર કરતાં પોલીસ કર્મીઓઃ મહેશ રાજપૂતનાં આક્ષેપો

રાજકોટ,તા.૨: ગુજરાત પોલીસ વડાના પરિપત્રનો ઉલાળીયો કરીને પોલીસ કર્મીઓ સીવીલ ડ્રેસમાં વાહન ચેંકીગ કરતા હોવાના આક્ષેપો એક નિવેદન શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે કર્યો છે.

મહેશ રાજપૂતની યાદીમાં જણાવ્યું છે  ગુજરાત તેમજ ભારત સરકારના જો હુકમી ટ્રાફિક નિયમોના દંડની અમલવારી ભાજપ સરકાર દ્વારા ગઈકાલથી દંડ વસુલવાની કાર્યવાહી શરુ કરેલ છે જે  શહેરી વિસ્તારો માટે તદ્દન ખોટી છે ત્યારે દંડ વસૂલનાર લોકોને પોતાને જ પોતાના કાયદાનું પાલન કરવાની ભાનમાં હોય છતાં નાગરિકોને કાયદાનું ભાન કરાવવા અને દંડ વસુલ કરાવવા નીકળેલી રાજકોટ શહેર પોલીસને અને પોલીસ કમિશ્નરશ્રીને મારો પ્રશ્ન છે કે ગુજરાતના પોલીસ વડાએ એક પરિપત્ર ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓને મોકલેલ છે જેમાં તમામ ડ્યુટી સ્ટાફે ડ્યુટી ઉપર હોય ત્યારે પોલીસ યુનિફોર્મમાં ડ્યુટી ઉપર રહેવું ફરજીયાત છે

પરંતુ આ કાયદો રાજકોટ પોલીસને લાગુ ના પડતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જયારે જાહેર  રસ્તાઓ ઉપર નાગરિકો પાસે ટ્રાફિકનો દંડ વસુલતી પોલીસ, ડ્રેસમાં ન હતી અને નાગરિકોને કાયદાનું ભાન કરાવવા નીકળી પડી હતી તેવું આજના અખબારોમાં સ્પષ્ટપણે પોલીસ અધિકારીના ફોટાઓ છપાયેલ છે આથી મોટો પુરાવો કોઈ જ ના હોય શકે.

શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું છે કે અવારનવાર બોગસ પોલીસ બનીને લુંટારુઓ/ગઠીયાઓ સિવિલ ડ્રેસમાં અમો પોલીસ ક્રાઈમ બ્રાન્ચના છીએ તેવું જણાવીને ચેકિંગ કરતા હોય છે અને નાગરિકોને છેતરી/લુંટી ચાલ્યા જાય છે ગઈ કાલે રાજકોટ શહેર પોલીસ દ્વારા સિવિલ ડ્રેસમાં ટ્રાફિક નિયમોનું ચેકિંગ કરી અને આવા લુંટારુઓને પ્રોત્સાહિત કરી રહી હતી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, ત્યારે રાજકોટ શહેરની પોલીસને તેઓના ગુજરાત પોલીસ વડાનો પરિપત્રોનો સંપૂર્ણ અમલ કરે તેવી રાજકોટના નાગરિકો વતી મહેશ રાજપૂતની માંગણી છે.

(4:03 pm IST)