Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રોગચાળો છૂપાવવા તંત્રએ જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્નોના જવાબો ખોટા આપ્યાઃ વશરામ સાગઠીયા

અધિકારીઓએ આપેલા જવાબમાં આપેલી માહિતી અધુરી, ખોટી અને બિનજરૂરી રીતે અપાઇઃ જવાબદારો સામે પગલા લેવા વિપક્ષી નેતાની માંગ

રાજકોટ, તા. ર :  કોંગ્રેસના કોર્પોરેટર રસીલાબેન ગરૈયાએ જનરલ બોર્ડમાં પૂછેલ આરોગ્ય, પ્રિન્મોશન કામગીરી અને ભૂગર્ભ ગટર ત્થા રસ્તાની કામગીરી અંગેના પ્રશ્નનો લેખિત જવાબ અધિકારીઓએ આપ્યો છે. તે  ખોટા અને અધુરા ત્થા બિનજરૂરી હોવાનાં આક્ષેપો વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ કરી અને આ બાબતે જવાબદારો સામે પગલા લેવા મ્યુ. કમિશ્નર સમક્ષ માંગ ઉઠાવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદીમાં જણાન્યું છે કે ગત તા.૧૯ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટીંગ મળી હતી તેમજ આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના ચુંટાયેલા કોર્પોરેટરો પ્રશ્નો પૂછતાં હોય છે જેના જવાબો અને માહિતી સાધારણ સભામાં મ્યુનિસિપલ કમિશ્નરે આપવાની હોય છે અને સભામાં ચર્ચામાં લેવામાં આવેલ પ્રશ્નોના જવાબ મ્યુનિસિપલ કમિશ્નરે જનરલ બોર્ડમાં જ આપવાના હોય છે અને જે કોર્પોરેટરશ્રીના પ્રશ્નોના જવાબ જનરલ બોર્ડમાં ચર્ચામાં ના આવ્યા હોય તે તમામ પ્રશ્નોના જવાબો અને માહિતીઓ જનરલ બોર્ડ પૂર્ણ થયા થી એક દિવસમાં કોર્પોરેટરના દ્યરે રજીસ્ટર એડી દ્વારા મોકલી આપવામાં આવે છે અને આ પ્રકારની નિયમાનુસાર પદ્ઘતિ રાજકોટ મહાનગરપાલિકાની છે.

આમ જનરલ બોર્ડમાં કોર્પોરેટર દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તે પ્રશ્નની વિગતો જવાબો અને માહિતીઓ ખરી અને સત્ય જ આપવાની હોય છે અને તે માહિતી અને RTI  દ્વારા માંગવામાં આવેલ માહિતીઓ સરખી જ હોવી જોઈએ પરંતુ, રાજકોટ મહાનગરપાલિકાના  અધિકારીઓ દ્વારા જ જનરલ બોર્ડમાં માહિતી ખોટી, અધૂરી, વિસંગત અને બિનજરૂરી માહિતીઓ આપતા હોય છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ખુદ જ  આ માહિતીઓ જાહેર કરતા અચકાતા નથી અને માહિતીઓ આપે છે પરંતુ, ત્યારે આમ જ જો ચુંટાયેલા લોક પ્રતિનિધિને ખોટી, અધૂરી, વિસંગત અને બિનજરૂરી માહિતીઓ જ અપાતી રહેશે તો રાજકોટની જનતાને અને જાગૃત નાગરિકો આ વેબસાઈટમાં જાહેર કરેલ માહિતી પર કેટલો ભરોસો કરશે? અને રાજકોટ મહાનગરપાલિકાની વિશ્વસનીયતા ઉપર પણ શંકા કરશે જ જેના જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી વડા, અધિકારીઓ જ છે.

શ્રી સાગઠિયાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧૯/૧૦/૨૦૧૯ના રોજ મળેલ દ્વિ માસિક સાધારણ સભામાં કોંગ્રેસના વોર્ડ નં.૧૬ના મહિલા કોર્પોરેટર રસીલાબેન સુરેશભાઈ ગરૈયા દ્વારા રાજકોટની જનતાના આરોગ્ય, પ્રિમોન્સુન કામગીરી, રોડ રસ્તા, લાઈટ, પીવાના પાણી અને વરસાદી પાણીના નિકાલ, ગટર વ્યવસ્થા, જેવા અનેક પ્રાણ પ્રશ્ને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવેલ હતો જયારે જેના જવાબમાં આરોગ્ય અધિકારી દ્વારા ઉડાઉ જવાબ આપેલ છે તેમજ બિન જરૂરી માહિતી, ખોટા અને અધૂરા અને અપૂરતી માહિતીઓ આપેલ છે તે બાબતે મ્યુનિસિપલ કમિશ્નર આ બાબતે શું પગલા લેશે તેમજ શું દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરશે તેવો વેધક સવાલ પણ કરેલ છે તેવું યાદીના અંતમાં જણાવ્યું છે

(4:02 pm IST)