Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

વાવાઝોડાના કારણે રાજકોટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ

કપાસની હરરાજી ઉભા વાહનમાં જ થશેઃ તકેદારીના પગલા રૂપે યાર્ડના સતાધીશોનો નિર્ણય

રાજકોટ, તા., રઃ મહા વાવાઝોડાના સંકટ અને વરસાદી વાતાવરણ હોવાથી તકેદારીના પગલારૂપે રાજકોટ યાર્ડના સતાધીશોએ મગફળીની આવક બંધ કરવાની જાહેરાત કરી છે તેમજ કપાસની હરરાજી ઉભા વાહનમાં જ કરવાનો નિર્ણય લેવાયો છે.

વાવાઝોડા અને વરસાદને કારણે ખેડુતોનો માલ ન બગડે અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ વેપારી અગ્રણીઓ અને કમીશન એજન્ટો સાથે મીટીંગ યોજી  મગફળીની આવક બંધ કરવાનું નક્કી કરાયું હતું. યાર્ડ દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ ખેડુતોએ મગફળીનો જથ્થો લઇ આવવું નહી. તેમજ કપાસની આવક રવિવારે રાત્રીના ૯ વાગ્યાથી કરવા દેવામાં આવશે અને કપાસની હરરાજી ઉભા વાહનમાં જ કરવામાં આવશે તેમ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે.

(4:02 pm IST)