Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે જલારામ વંદના : મહાઆરતી મહાપ્રસાદ

કેન્સર હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં વિનામુલ્યે ટીફીન સેવા ચલાવતા

રાજકોટ તા. ૨ : કેન્સર હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલના દર્દીઓને વિનામુલ્યે ટીફીન સેવા પુરી પાડતા શ્રી જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એરપોર્ટ રોડ, ગીતગુર્જરી સોસાયટી ખાતે કાલે પૂ. જલરામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતિ નિમિતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા સંસ્થાના બહેનોએ જણાવેલ કે આ સંસ્થા બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીને ભોજન પહોંચાડવા ઉપરાંત શહેરી ગલીઓમાં કુતરાને રોટલા, ગાયને લીલો ચારો, કબુતર- ચકલાઓને ચણ જેવી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.

દરમિયાન કાલે પૂ. જલારામ બાપાની જયંતિ નિમિતે ખાસ વંદના કરવામાં આવશે.  સવારે ૧૦.૩૦ વાગ્યે બટુક ભોજન અને બાળકોને કપડા વિતરણ કરાશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અનસુયા ઠકકર, મંજુબેન લખતરીયા, મધુબેન, પાર્વતીબેન, દક્ષાબેન, જયોતિબેન નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)