Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કાલે જાગનાથ મંદિર ચોકમાં મહાપ્રસાદ

ભાવિકો કઢી, ખીચડી, ગુંદી,ગાંઠીયા, સંભારાના પ્રસાદનો લાભ લેશેઃ રઘુવંશી પરિવાર દ્વારા આરતી સુશોભન અને ધાર્મિક વેશભુષાનું પણ આયોજન

રાજકોટઃ તા.૨, આવતીકાલે તા.૩ નવેમ્બરના જલારામ જયંતિ  નિમિતે રઘુવંશી પરિવાર દ્વારા સતત પાંચમા વર્ષે પણ ૨૨૦મી જલારામ જયંતિનું આયોજન કરવામાં આવેલ છે. જેમા પ્રસાદ રૂપે જલારામ બાપાની કઢી ખીચડી, ગુંદી, ગાંઠીયા તથા સંભારાની મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તદુપરાંત આ પ્રસંગને  માણવા સાક્ષાત પરમ પુજય જલારામ બાપાના હસ્તે ભકતજનોને માખણ તથા રોટલાની પ્રસાદી આપવામાં આવે છે જે એક અનેરો લ્હાવો ગણવામાં આવે છે.

આ પ્રસંગે ખાસ કરીને આરતી સુશોભન સ્પર્ધામાં બહેનો તથા બાળકોને ઇનામોથી પ્રોત્સાહીત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નામ નોંધાવી દેવા.

પરમ પુજય જલારામ બાપાની મહાઆરતી સાંજે ૭  વાગે રાખવામાં આવેલ છે. ત્યારબાદ ૭:૩૦ કલાકે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.  પાંચેક હજાર ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશેે.

સ્થળઃ રઘુવંશી પરિવાર, જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ આયોજનને સફળ બનાવવા સમસ્ત રઘુવંશી પરિવારની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:58 pm IST)