Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દુલો છે દાતાર તુ તો વીરપુરવાળો જલારામ જોગી આપો ટુકડો તો હરીનો...

વાણિયાવાડી બનશે જલારામધામ : બાપાને પારણામાં ઝુલાવાશે

જલારામબાપાની ડેરીએ ૧૫ કિલોની કેક કપાશે, ભાવિકો દ્વારા ૫૧ દિવાની આરતી બાદ ગુંદી, ગાંઠીયા, કઢી, ખીચડીના પ્રસાદનો લાભ લેશે : શ્રી જલારામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા સતત ૩૧માં વર્ષે આયોજન

રાજકોટ, તા. ૨ : શ્રી જલારામ બાપાના મંદિરો દેશ - વિદેશમાં છે પણ જલારામ બાપાનું આ મંદિર (ડેરી સ્વરૂપે છે) જાહેર રોડ ઉપર ૨/૨૩ વાણીયાવાડી મુકામે છે. આ મંદિરની સ્થાપના આજથી ૩૦ વર્ષ પહેલા થયેલ છે અને દર વર્ષે જલારામ જયંતિ અને દર ગુરૂવારે સર્વ ભકતજનોને સંધ્યા આરતી પછી પ્રસાદ લેવામાં આવે છે. તેમજ અનેક ધાર્મિક પ્રસંગો બાપાના મંદિરે ધામધૂમથી ઉજવાય છે. આવતીકાલે તા.૩ના જલારામ જયંતિએ સવારે ૮ કલાકે જલારામબાપાના મંદિરના મંગળ દ્વારે ચરણ પાદુકા, પૂજન, અર્ચન, આરતી શ્રી જલારામ મિત્ર મંડળના કારોબારી સભ્યો તેમજ દાતાઓ દ્વારા પૂજા કરવામાં આવશે. બપોરે ૧૨ કલાકે બાપાનો જન્મદિવસ ભવ્યથી ભવ્ય રીતે ડીજેના સંગાથે તેમજ ફટાકડાની રમઝટ સાથે સંગીતના તાલ સાથે અને ભકતોના નાચગાન સાથે ૧૫ કિલોની કેક કાપી હેપી બર્થ ડે ઉજવવામાં આવશે અને વિશેષ બાપાને પારણે ઝુલાવવામાં આવશે.

ત્યારબાદ બપોરે ૧ કલાકે પૂજય જલારામ બાપાનો થાળ ૧૫૧ વસ્તુનો થાળ ધરી અને બાપાની આરતી શ્રી જયસુખભાઈ તથા સ્વ.રમેશભાઈ ઉનડકટ પરિવાર દ્વારા કરવામાં આવશે. સાંજે ૬:૩૦ કલાકે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરશે શ્રી નરેન્દ્રભાઈ કિશોરભાઈ ગદા (ગાયત્રી શીંગ જૂનાગઢ). સાંજે ૬:૪૫ કલાકે રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી દ્વારા જલારામબાપા પરની આસ્થા શ્રદ્ધાના પ્રસંગ પર આધારીત (શ્રદ્ધા મહિમા રૂપક નાટક) બાળકો રજૂ કરશે. ૫૧ દિવાની આરતી હાજર રહેલા ભકતો ઉતારશે. આ માટે સંસ્થાના શ્રી કિશોરભાઈ ઘેલાણી ગ્રુપ સેવા આપે છે. સાંજે ૭:૩૦ કલાકે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ ૫૧ દિવાની આરતી ઉતારશે. વિશેષ સમગ્ર મહાજન તેમજ અતિથિ વિશેષ શ્રી નરેન્દ્રબાપુ આપાગીગાનો ઓટલો ચોટીલા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ઉદયભાઈ કાનગડ, રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, શની નાગ્રેચા, કિરણબેન સોરઠીયા, વિરેન્દ્રસિંહ ઝાલા (શિવ વર્લ્ડ વિઝન), ભૂતપૂર્વ કોર્પોરેટર કેતનભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), રાજુભાઈ (સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ), અનુપભાઈ દોશી (વિવેકાનંદ યુથ કલબ), રમેશભાઈ ધામેચા (ગૌરવ ગ્રુપ), મહેશભાઈ મૈત્રા તેમજ સર્વભકતો દ્વારા આરતી ઉતારવામાં આવશે.

આ સર્વ પ્રસંગને સફળ બનાવવા સર્વશ્રી ગીરધરભાઈ કુંડલીયા, હેમલભાઈ ઠકરાર, નયનભાઈ ગંધા, મયુરભાઈ કુંડલીયા, વિજયભાઈ ઠકરાર, જયેશભાઈ ભીંડોરા, સુરેશભાઈ ચાંદરાણી, રાજુભાઈ સી. તન્ના, પ્રકાશભાઈ શીંગાળા, દિપકભાઈ સવજાણી, ભીખુભાઈ સોમૈયા, નવીનભાઈ પોપટ, રાજુભાઈ તન્ના, રજનીભાઈ, અશોકભાઇ કંસારા, અમિત કુંડલીયા, કૌશિકભાઈ ડીશવાળા, ઉમેશભાઈ, સંદિપ ચૌહાણ, બકુલભાઈ પરમાર, ભરતભાઈ બટેટાવાળા, રાજુભાઈ સવજાણી, હરિતસિંહ જાડેજા, પીન્ટુ વ્યાસ, વિશાલ ખગ્રામ, બીમલ મહેતા, નીગમ ટાંક, સમીર ઠકરાર, મુન્નાભાઈ જાંબુવાળા, દીક્ષીત ઠકરાર, ચિરાગ ગંધર, લાલનભાઈ, શિલ્પાબેન જોબનપુત્રા, નેહાબેન જોબનપુત્રા, મીનાબેન કુંડલીયા, સોનલબેન કુંડલીયા, નિશાબેન ઠકરાર, દિવ્યાબા જાડેજા, મંજુબેન બોરીચા, જયોતિબેન કાચા, ચેતનાબેન પીઠડીયા, હીનાબેન દાવડા, ઉર્મિલાબેન પિત્રોડા, પ્રિયાબેન સોલંકી, કિરણબેન કાચા, વર્ષાબેન કાચા, મીનાબેન ભારદ્વાજ, વિભાબેન, હંસાબેન, હેતલબેન, કિરણબા, રાજલબેન, ચારૂબેન, તરૂબેન, રીટાબેન વનીતાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:57 pm IST)