Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કાલે શહેરના માર્ગો ઉપર ગુંજશે જય જલારામનો નાદ...

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ - રાજકોટ દ્વારા આયોજન : રાત્રે સંકલન સમિતિની બેઠકઃ કાલે સાંજે ૪:૩૦ વાગ્યે ચૌધરીના મેદાનમાંથી થશે પ્રારંભ : ધાર્મિક ફલોટ્સ સાથે માર્ગો ઉપર થશે સ્વાગત : પંચનાથ મંદિરે સમાપન, મહાઆરતી- મહાપ્રસાદ- સંગીત સંધ્યા - રકતદાન કેમ્પના કાર્યક્રમો

રાજકોટ, તા. ૨ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩-૧૧ને રવિવારે પૂ.શ્રી જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિ અનુસંધાને રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવ્યુ છે. જેનો પ્રારંભ રવિવારે સાંજે ૪:૩૦ કલાકે ચૌધરી હાઈસ્કુલના પ્રાંગણમાંથી કરવામાં આવશે.

સંતોના આર્શીવચન

શોભાયાત્રામાં શ્રી પૂર્ણપ્રકાશદાસ સ્વામી (રાજકોટ સ્વામી નારાયણ ગુરૂકુળ) શ્રી વિશ્વજીવન સ્વામી (રતનપર - સ્વામીનારાયણ ગુરૂકુલ), શ્રી ચરણપ્રિય સ્વામી (રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળ સાથે રાજકોટ લોહાણા મહાજન રામજી મંદિરના પૂજારી શ્રી આદિત્ય મહારાજના હસ્તે દિપપ્રાગટ્ય વિધિ થશે. ભાવિકો માટે કમલેશભાઈ, ગીરીરાજ કોલ્ડ્રીંકસ તરફથી શરબત પ્રસાદ આપવામાં આવશે. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ભાવિકોને જલારામબાપાના ખેસ - પ્રસાદી આપવામાં આવશે. ધર્મેશભાઈ શીંગાળા, ખુલ્લી જીપમાં પૂ.શ્રી જલારામબાપાના ધર્મધ્વજ સાથે મોખરે રહેશે.

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના સર્વશ્રી રમેશભાઇ ઠક્કર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઈ છગ, વજુભાઈ વિઠ્ઠલાણી, કલ્પેશભાઈ તન્ના, મયંકભાઈ પાઉ, મનુભાઈ જોબનપુત્રા, જગદીશભાઈ કોટેચા, ભાવિનભાઈ કોટેચા, રમણભાઈ કોટક, મનીષભાઈ સોનપાલ, હિતેન્દ્રભાઈ વડેરા, અશ્વિનભાઈ તથા રાજેશભાઈ મીરાણી, અશોકભાઈ મીરાણી, વિજયભાઈ કારીયા, રાજુભાઈ ચોટાઈ, પિયુષભાઈ કુંડલીયા, નરેન્દ્રભાઈ ખોલીયા, અશ્વિનભાઈ વિઠ્ઠલાણી, યોગેશભાઈ પૂજારા, જશુબેન વસાણી તથા સર્વ સદસ્યો દિલીપભાઈ રૂપારેલીયા, અમરીશ ગાદેશા, દોલતભાઈ ગાદેશા, વિજયભાઈ તન્ના, અમીતભાઈ બુદ્ધદેવ, વિનોદભાઈ પોપટ, વિવિધ કમીટીના સભ્યો પોબારૂ તથા રાજકોટ લોહાણા મહાજનની ટીમ યુવક મંડળ, કર્મચારી મંડળ, મહિલા મંડળો, ચિલ્ડ્રન સોસાયટી, વોર્ડવાઈઝ જલારામ જયંતિ ઉજવતા તમામ જલારામ ભકતો શોભાયાત્રામાં ઉમટી પડશે. ભાવીનભાઈ કોટેચા પૂ.શ્રી જલારામબાપાના જીવંત પાત્રમાં શોભાયાત્રામાં જોડશે.

શોભાયાત્રાનું ચોકે - ચોકે  સ્વાગત થશે

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત શ્રી જલારામ શોભાયાત્રાનું ચોકે ચોકે સ્વાગત કરાશે. દાઉદી વ્હોરા સમાજ, જીમ્મીભાઈ અડવાણીની ટીમ શહેર ભાજપના અગ્રણીઓ, કોંગ્રેસ તથા વિવિધ રાજકીય મોરચાના અગ્રણીઓ, લઘુમતી મોરચો, મુસ્લિમ સમાજ, રઘુવંશી સમાજ, અકિલા પરીવાર, રઘુવીરપરા મિત્ર મંડળ, ચંપલગ્રુપ - ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, વેપારી એસોસીએશન, રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ રાજદેવ પરીવાર, હીન્ડોચા પરીવાર, અંબિકા ગરબી મંડળ, જગદીશભાઈ કોટેચા, ફ્રિડમ યુવા ગ્રુપ, સદર બજાર, મિત્ર મંડળ, નવરંગ સ્ટોર, હરીહર ચોક તથા પંચનાથ મહાદેવ મંદિરના દેવાંગભાઈ માંકડ દ્વારા સ્વાગત કરાશે.

રાત્રે સંકલન બેઠક

આજે શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર પાસે ભગવાન ભુવન વાડી ખાતે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના અગ્રણીઓ તથા રઘુવંશી અગ્રણીઓ, મહાજન, મુરબ્બીઓ વોર્ડવાઈઝ જલારામ જયંતિ ઉજવતા જલારામ ભકતો, ઉપસ્થિત રહી શોભાયાત્રાને આખી ઓપ આપશે તથા વિવિધ કમીટીઓને જવાબદારી સુપ્રત કરાશે. જેમાં રસોડા કમીટી, ગ્રાઉન્ડ કમીટી, સંત કમીટી ટ્રાન્સપોર્ટ કમીટી, સ્વાગત કમીટીને જવાબદારી સુપ્રત કરાશે. સમગ્ર શોભાયાત્રાનું પાયલોટીંગ કરવામાં આવશે તથા સંકલન કરાશે મીટીંગ બાદ સર્વ માટે અલ્પાહાર યોજાશે.

શોભાયાત્રામાં સામેલ થનાર વિવિધ ફલોટ્સ

(૧) શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ - રાજકોટનો મુખ્ય રથમાં પૂ.શ્રી જલારામ બાપાની દિવ્યમૂર્તિ સાથે સંતો બિરાજશે. હ. ભાવીનભાઈ કોટેચા - જલારામબાપાનું જીવંત પાત્રમાં સામેલ થશે.

(૨) શ્રી સદ્દગુરૂ પરીવાર ટ્રસ્ટના બે ધાર્મિક ફલોટ્સ જેમા શ્રી જલારામબાપાના જીવંત પાત્રો બાપાનો સંદેશો પૂ.શ્રી રણછોડદાસજીબાપુની ઝાંખી - નેત્રયજ્ઞનો સંદેશો (ઈશ્વરભાઈ ખાખર).

(૩) શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ - રાજકોટના બે ફલોટ્સ જેમા જીવંત પાત્રો, ધાર્મિક સાંસ્કૃતિક - સંદેશા સાથે - કે.ડી.કારીયા તથા ધૈર્ય રાજદેવ.

(૪) શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટના બે ધાર્મિક ફલોટ્સ જેમાં અન્નક્ષેત્ર તથા વિવિધ સંદેશાઓ - હ. જયેશભાઇ ઉપાધ્યાય.

(૫) શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦નો ધાર્મિક - સાંસ્કૃતિક ફલોટ - હ. પરેશભાઈ તન્ના.

(૬) શ્રી રઘુવીર યુવા સેના - વોર્ડ નં.૮નો ધાર્મિક ફલોટ - હ. અમીતભાઈ અઢીયા.

(૭) શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટનો ફલોટ - હરતુ ફરતુ અન્નક્ષેત્ર - ધાર્મિક સંદેશ - હ. યોગેશ જસાણી, અશોક હીન્ડોચા, રાજુભાઈ સેજપાલ તથા ટીમ, પીયુષભાઈ કુંડલીયાની ટીમ.

(૮) શ્રી રઘુવંશી યુવા ગ્રુપ - ડેરી બેન્ડ વિસ્તારના ત્રણ ફલોટ્સ - હ.રાજુભાઈ ચોટાઈ તથા ટીમ.

(૯) શ્રી દેવપરા શાકમાર્કેટ એસોસીએશનના બે ફલોટ્સ - હ.મનુભાઈ જોબનપુત્રા તથા ટીમ.

(૧૦) શ્રી એનીમલ હેલ્પલાઈનનો ફલોટ્સ - હ.રમેશભઈ ઠક્કર, મીતલભાઈ ખેતાણી તથા ટીમ.

(૧૧) શ્રી સદ્દગુરૂ ડીજીટલ પોઇન્ટ રાજકોટ ડી.જે.ની ધૂન, શ્રી જલારામબાપાના ભજનો - સંદેશ - હ.ભાવીનભાઈ અશોકભાઇ તથા વિમલભાઈ.

(૧૨) શ્રી નરેન્દ્રભાઈ ખોલીયાનો ધાર્મિક - ટુ-વ્હીલર ફલોટ - હ.નરેન્દ્રભાઈ ખોલીયા.

(૧૩) શ્રી કાન્તીભાઈ ગણાત્રાનો ટુ વ્હીલરનો ફલોટ - હ.રમેશભાઈ ગણાત્રા.

શોભાયાત્રાનો રૂટ

રાજકોટ : તા.૩-૧૧ને રવિવારે સાંજે ૪:૩૦ કલાકે ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાંથી સંતો - મહંતોની સ્વાગતવિધિ દિપ પ્રાગટ્ય - કાર્યક્રમની રૂપરેખા સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. સાંજે ૫:૧૫ કલાકે ચૌધરી હાઈસ્કુલથી પ્રસ્થાન થઈ જ્યુબેલી બાગ ચોક જશે. સાંજે ૫:૪૫ કલાકે નાગરીક બેન્ક, સેન્ટ્રલ બેન્ક, નવી શાકમાર્કેટ ચોક, સાંજે ૬ કલાકે પરાબજાર વિસ્તાર, સાંજે ૬:૧૫ કલાકે ધર્મેન્દ્ર રોડ વિસ્તાર, સાંજે ૬:૩૦ કલાકે સાંગણવા ચોક, લોહાણા મહાજન વાડી વિસ્તાર, સાંજે ૬:૪૫ રાજશ્રી સિનેમા, સાંજે ૭ કલાકે પ્રહલાદ મેઈન રોડ, અન્નપૂર્ણા ગેસ્ટ હાઉસ રોડ, અંબિકા ગરબી મંડળ તથા કરણપરા ચોક થઈ જગદીશ મંડપ સર્વિસ, સાંજે ૭:૧૫ કેનાલ રોડ, ભૂતખાના ચોક, લોધાવાડ ચોક, સાંજે ૭:૩૦ કલાકે માલવીયા ચોક, ઈજનેર કચેરી, કાઠીયાવાડ જીમખાના મેઈન રોડ, આર.કે.સી.રોડ, સાંજે ૭:૪૫ મોટી ટાંકી ચોક, અકિલા કાર્યાલય, ૮ કલાકે ફુલછાબ ચોક, સદર બજાર, વિનોદ બેકરી, નવરંગ સ્ટોર, ૮:૧૫ કલાકે હરીહર ચોક થઈ પંચનાથ મહાદેવ મંદિરે મહાઆરતી - મહાપ્રસાદ - જલારામ સંગીત સંધ્યા - રકતદાન કેમ્પ.

સ્વ.કાંતિભાઇ ગણાત્રા પરિવાર દ્વારા શ્રી જલારામ જન્મોત્સવઃ કાલે રાત્રે ગાયકવાડીમાં ભકિત સંગીત કાર્યક્રમ

રાજકોટ : ગણાત્રા પરિવાર (વસંત સાઉન્ડ ગ્રુપ) દ્વારા ચાર દાયકાની પરંપરા મુજબ જલારામે જયોત, ૬-ગાયકવાડી આવતીકાલે રવિવારે જલારામ જયંતી ઉત્સવ ઉજવાનાર છે સવારે પૂજન, બપોરે થાળ, સાંજે ૫ વાગ્યે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, ૭:૩૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે મેહુલ પંડ્યા ગ્રુપનો ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાનાર છે.

પરિવારના મોભી સ્વ.કાંતિલાલ લીલાધરભાઇ ગણાત્રા અને લાભુબેને સ્થાપેલ ઉજવણીની પરંપરાને તેમના સૂપૂત્રો વસંતભાઇ, ગિરીશભાઇ અને રમેશભાઇએ ભાવપૂર્વક જાળવી રાખી છે. કાલે દર્શન અને ભકિત સંગીત કાર્યક્રમનો લાભ લેવા માટે ધર્મપ્રેમીઓને ગણાત્રા પરિવારે જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.

(3:57 pm IST)