Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઇમીટેશનના ધંધાર્થીના સાડા ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. રઃ રાજકોટનાં ઇમીટેશનનાં ધંધાર્થીનાં રૂપિયા સાડા ત્રણ લાખનાં ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવ્યો હતો.

સદરહું કેસની વિગત જોતાં રાજકોટનાં ઇમીટેશનનાં ધંધાર્થી ભાગીદારી દરજજે કાર્ય કરતાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા મુળ ફરીયાદી યુવરાજસિંહ દિલાવરસિંહ જાડેજા તથા તેમની સાથે જોડાયેલા જયદિપભાઇ વિનોદભાઇ ઠાકર વચ્ચે ભાગીદારીનાં કહેવાતા નફા-નુકશાન પેટે લેણા નિકળતા રૂ. ૩,પ૦,૦૦૦/- મેળવવા મુળ ફરીયાદીએ આ કામના આરોપી જયદિપભાઇ વિનોદભાઇ ઠાકર પર નેગલોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ ની કલમ-૧૩૮ અન્વયેનો કેસ રાજકોટની કોર્ટમાં દાખલ કરેલ હતો.

આ કેસમાં આરોપી તરફે ફરીયાદીની વિશેષ ઉલટ તપાસ લઇ સત્ય હકીકત બહાર લાવી તેમજ ચેક અગાઉનાં વર્ષોમાં ફરીયાદીનાં પિતા સાથે થયેલ વ્યવહારનાં સીકયુરીટી પેટેનો હોય જેનો ખોટી રીતે ગેરઉપયોગ કરી, બેંકમાં વટાવી કહેવાતો ખોટો કેસ દાખલ કરેલ હોય જે અંગે યોગ્ય દલીલો તેમજ વિશેષ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરતાં કોર્ટ સમક્ષ સત્ય હકીકતો જાહેર થતાં મેજી. શ્રી જી. ડી. પડીયા એ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ઓર્ડર કરેલ હતો.

ઉપરોકત કામે રાજકોટનાં ધારાશાસ્ત્રી ભરતસિંહ જે. ગોહિલ, કે. સી. ભટ્ટ તથા વિજયસિંહ ઝાલા રોકાયેલ હતાં.

(3:56 pm IST)